Clashes between media and police before CM's arrival in Rajkot
VIDEO /
રાજકોટના DCP સાહેબના ગુસ્સાને કારણે CMએ દિલગીરી વ્યક્ત કરવી પડી, પોલીસનું મીડિયાકર્મીઓ સાથે ગુનેગારો જેવું વર્તન
Team VTV01:59 PM, 03 Jun 22
| Updated: 04:33 PM, 03 Jun 22
રાજકોટમાં CMના આગમન પૂર્વે મીડિયા અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું. DCP ઝોન-1 પ્રવીણકુમાર મીણાએ ગેરવર્તણૂંક કરતા ખુદ CMએ દિલગીરી વ્યક્ત કરવી પડી.
રાજકોટમાં CMના આગમન પૂર્વે મીડિયા-પોલીસ વચ્ચે ઘર્ષણ
DCP ઝોન-1એ પત્રકારોને ડિટેઇન કરવા સુધીની આપી ધમકી
DCP ઝોન-1ના વ્યવહારને કારણે CMએ વ્યક્ત કરવી પડી દિલગીરી
રાજકોટમાં મુખ્યમંત્રીના આગમન પહેલાં મીડિયા-પોલીસ વચ્ચે ઘર્ષણ થયાની ઘટના સામે આવી છે. જેમાં DCP ઝોન-1 પ્રવીણકુમાર મીણાએ મીડિયાકર્મીને કાંઠલો પકડીને ઘક્કો માર્યો. DCP ઝોન-1એ મીડિયા અહીં કેવી રીતે પહોંચ્યું કહેતા મીડિયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું.
જે થયું તે માટે હું દિલગીર છું: CM ભૂપેન્દ્ર પટેલ
DCP ઝોન-1એ પત્રકારોને ડિટેઇન કરવા સુધીની ધમકી આપી. જો કે, રાજકોટના DCP સાહેબના ગુસ્સાને કારણે CMએ દિલગીરી વ્યક્ત કરવી પડી હતી. CMએ દિલગીરી વ્યક્ત કરતા કહ્યું કે, 'જે થયું છે તે માટે હું દિલગીર છું. પણ હવું નવું ના થાય એવું ધ્યાન રાખીશું. બીજી વખત ના થાય એનું ધ્યાન રાખીશું.'
CM ભૂપેન્દ્ર પટેલ હિરાસર એરપોર્ટના કામગીરીની સમીક્ષા માટે આવવાના હતા
જણાવી દઇએ કે, રાજકોટ ખાતે નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ હિરાસર એરપોર્ટના કામગીરીની સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવવાના હતાં. ત્યારે તેના કવરેજ માટે મીડિયાકર્મીઓ હિરાસર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતાં. પરંતુ ત્યાં DCP ઝોન-1એ મીડિયા અહીં કેવી રીતે પહોંચ્યું કહેતા મીડિયાકર્મી સાથે ગેરવર્તણૂંક કરી હતી. ACP અને DCP ઝોન-1ને મીડિયાકર્મીઓએ કહ્યું હતું કે તેઓને અહીં તંત્ર લઇને આવ્યું છે. તેમ છતાં તેઓ કોઇનું સાંભળવા જ તૈયાર ન હોતા. જેના કારણે ખાખી જાણે કે મીડિયાકર્મીઓ આતંકવાદી હોય તેમ ગુસ્સો ઉતારતા હતાં.
પત્રકારોને ડિટેઇન કરવાની ધમકી સાથે એક કેમેરામેનની કારની ચાવી પણ લઇ લેવાઇ
હિરાસર એરપોર્ટ ખાતે ત્રણ ગાડી લઇને ગયેલા પત્રકારોને ડિટેઇન કરવાની રીતસરની ધમકી આપવામાં આવી હતી. તે ઉપરાંત એક કેમેરામેનની કારની ચાવી પણ લઇ લેવાઇ હતી. આને એક પ્રકારનો અત્યાચાર જ કહી શકાય. પરંતુ DCP ઝોન-1 પ્રવીણકુમાર મીણાએ આવી ખીજ કેમ ઉતારી? શું સવારમાં વહેલો બંદોબસ્ત હતો એટલે કે પછી નવા પોલીસ કમિશ્નર આવ્યાં એટલે?આખરે કેમ પ્રવિણકુમાર મીણાને ગુસ્સો કેમ આવ્યો? તેઓએ કેમ લોકોના બાવડા પકડ્યાં, બોચી પકડી અને કારમાં ઘૂસાડીને ડિટેઇન કરવાની ધમકી આપી?