ભાજપ શાસિત વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભા બની તોફાની

By : HirenJoshi 05:52 PM, 12 March 2018 | Updated : 05:52 PM, 12 March 2018
વલસાડઃ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ભાજપ શાસિત વલસાડ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભા તોફાની બની હતી. સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપ અને કોંગ્રેસના અને વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં જિલ્લામાં થયેલા વિકાસના કામોની ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમિયાન વિરોધપક્ષ કોંગ્રેસે અનેક મુદ્દે શાસક પક્ષ ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

એક સમયે વિરોધપક્ષ કોંગ્રેસના સભ્યોએ શાસક પક્ષની સાથે સાથે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ પણ આક્ષેપો કરતા મામલો બિચકયો હતો. કોંગ્રેસના સભ્યો ચાલુ સામાન્ય સભામાં સભાખંડમાં જમીન પર બેસી ગયા હતા. પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

વિરોધ કરેલા કોંગ્રેસી સભ્યોનો મત આક્ષેપ મુજબ જિલ્લા પંચાયતના અધિકારીઓ વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યોને સાંભળતા નથી કે તેમની સવાલોના જવાબ પણ મળતા નથી. વધુમાં વિરોધ પક્ષના સભ્યોના મત વિસ્તારમાં થયેલા વિકાસના કામો અંગે પણ તેઓને જાણ નહીં કરવામાં આવતી હોવાનો રોષ ઠાલવ્યો હતો.

સભા દરમ્યાન લાંબા સમય સુધી કોંગ્રેસી સભ્યોએ વિરોધ પર કોંગ્રેસી સભ્યોએ રામધૂન બોલાવી હતી. સાથે-સાથે શાસક પક્ષ ભાજપ અને જિલ્લા પંચાયતના અધિકારીઓની પણ આડે હાથ લીધા હતા. આમ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભા તોફાની બની હતી.Recent Story

Popular Story