બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Clash in Dhirendra Shastris divine court in Chanakyapuri
Mahadev Dave
Last Updated: 12:01 AM, 30 May 2023
ADVERTISEMENT
10 દિવસ પ્રવાસે આવેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને સારા પ્રતિસાદ સાથે તેઓના ગુજરાત પ્રવાસને લઇને ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે. દૂરદૂરથી લોકો દિવ્ય દરબારમાં જોડાવા માટે પહોંચી રહ્યાં છે. પરિણામે ક્યાંક અવ્યવસ્થા, ક્યાંક વિરોધ, તો કયાક રોષના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે સુરતમાં બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી હવાઇ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા.આ વેળાએ અમદાવાદના ચાણક્યપુરીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર દરમિયાન ઘર્ષણની ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
ઘટનાને પગલે DCP સહિતનો પોલીસ કાફલો પહોચ્યો
ચાણક્યપુરીમાં કરણી સેના અને પોલીસકર્મીઓ સામસામે આવી ગયા હતા. ચાણક્યપુરીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે ભીડ એકથી થઈ હતી. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા જવા મુદ્દે થયેલી બબાલમાં રાજ શેખાવત અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. પરિણામે અફરાતફરી સર્જાઈ હતી.આ ઘટનાને પગલે DCP સહિતનો પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મહત્વનું છે કે પોલીસે ચાણક્યપુરીમાં સ્ટેજ કાર્યક્રમની મંજૂરી જ ન આપી હોવાનું સામે આવ્યું હતું.
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને લઇને ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે. તેમના સનાતની ધર્મના પ્રચાર પ્રસારના મેસેજથી ગુજરાતમાંથી અનેક જાણીતી સંસ્થાઓએ સહકાર આપવાની જાહેરાત કરી છે. ત્યારે આગામી દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટ અને અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાનાર છે જે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. તો સુરતમાં તેમના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.