બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : રાધા રાણી મંદિરમાં મહિલાઓ વચ્ચે બખેડો, દર્શન દર્શનને ઠેકાણે રહ્યાં, આઘાતજનક વીડિયો
Last Updated: 08:05 PM, 15 April 2025
મંદિરમાં લોકો ભગવાનના દર્શને માટે જતાં હોય છે નહીં કે ઝગડો કરવા પરંતુ ઝગડાની વાત આવે એટલે લોકો ભગવાનને પણ ભૂલી જતાં હોય છે અને પછી સ્થળનું ભાન ભૂલીને લડી લેતાં હોય છે. યુપીના મથુરાના એક પ્રસિદ્ધ મંદિરમાં પંજાબથી આવેલી મહિલા શ્રદ્ધાળુઓ અને મંદિરની એક સિક્યુરીટી ગાર્ડ વચ્ચે માથાકૂટ થઈ હતી.
ADVERTISEMENT
मथुरा...मथुरा के विश्व प्रसिद्ध राधारानी मंदिर में दर्शन करने आईं महिला श्रद्धालुओं से मारपीट, दर्शन के दौरान मंदिर के सुरक्षा कर्मियों ने की पंजाब से आईं महिला श्रद्धालुओं से मारपीट।वीडियो हुआ सोशल मीडिया पर वायरल#Mathura #RadhaRani #viralvideo pic.twitter.com/RlXb5gdY0L
— Rajni(बुंदेलखंडी) (@rajnisingh66) April 15, 2025
રાધારાણી મંદિરમાં મચી દંગલ
ADVERTISEMENT
એક ચોંકાવનારી ઘટનામાં, ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે મથુરાના બરસાનામાં પ્રખ્યાત રાધારાણી મંદિરમાં સુરક્ષા ગાર્ડ અને મહિલા ભક્તો વચ્ચે ઝગડો થયો હતો. મંદિરમાં થોડી મહિલા ભક્તો અને એક મહિલા સુરક્ષા ગાર્ડ વચ્ચે ઝપાઝપી થઈ હતી, ત્યારબાદ મેલ સિક્યુરીટી ગાર્ડે વચ્ચે આવતાં ઝગડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને મહિલા ભક્તોને ગાળો આપી દીધી હતી. આ ઘટના શનિવારે (12 એપ્રિલ) ના રોજ બની હતી જ્યારે ભક્તો મંદિરમાં પ્રવેશ કરી રહ્યા હતા. વીડિયોમાં મહિલા ભક્તો મંદિરના પ્રવેશદ્વાર પર સુરક્ષા ગાર્ડને માર મારતા જોઈ શકાય છે.
શું હતું ઝગડાનું કારણ
મામલો વધુ વકરતાં, સ્થળ પર હાજર પુરુષ સિક્યુરીટી ગાર્ડે વચ્ચે પડીને બન્ને અલગ પાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સ્થિતિ વધુ વકરી ગઈ. સિક્યુરીટી ગાર્ડે એક મહિલાને ધક્કો મારીને જમીન પર પાડી દીધી હતી. ત્યારબાદ મહિલા ભક્તોએ લડાઈ બંધ કરી દીધી અને રક્ષકો દ્વારા લાંબા સંઘર્ષ બાદ મંદિરમાં પ્રવેશવા લાગ્યા. પોલીસે કહ્યું હતું કે ગાર્ડ મહિલા શ્રદ્ધાળુઓને મારતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે ખાતરી આપી છે કે વાયરલ વીડિયોની તપાસ શરૂ કરવામાં આવશે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. મહિલા સુરક્ષા ગાર્ડે મહિલા ભક્તોને બીજા દરવાજાથી મંદિરમાં પ્રવેશવાનું કહ્યું ત્યારે ઝપાઝપી શરૂ થઈ હતી. જોકે, તેમણે ગાર્ડ સાથે ગેરવર્તણૂક કરી હોવાનું કહેવાય છે, જેના પછી મામલો વધુ ઉગ્ર બન્યો અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે અન્ય ગાર્ડ્સને દરમિયાનગીરી કરવી પડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.