Team VTV05:23 PM, 27 Dec 19
| Updated: 06:24 PM, 27 Dec 19
રાજ્યમાં શુક્રવાર પાલિકાઓ માટે ભારે રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. નવસારીની વિજલપોર નગરપાલિકામાં ભાજપના જ ચૂંટાયેલા સભ્યોએ બળવો કર્યો હતો. તો ઉપપ્રમુખે પ્રમુખને લાફોં ઝીંકી દીધો હતો. બીજી તરફ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ હોબાળો થયો.
નવસારીની વિજલપોર નગરપાલિકામાં બબાલ
ઉપપ્રમુખે પ્રમુખ જગદીશ મોદીને મારી થપ્પડ
સુરત મહાપાલિકાની સામાન્ય સભામાં હોબાળો
નવસારીની વિજલપોર નગરપાલિકામાં બબાલ થઇ છે. ઉપપ્રમુખે પ્રમુખ જગદીશ મોદીને થપ્પડ મારવામાં આવી છે. ઉગ્ર બોલાચાલી બાદ ઉપપ્રમુખ સંતોષ પુંડકર ઉશ્કેરાઇ ગયા હતાં. ભાજપના જ ચૂંટાયેલા સભ્યોએ બળવો કર્યો હતો. વિજલપોર શહેરને નવસારીમાં સમાવવાની ચર્ચા ચાલી રહી હતી. આ મામલે એક જ પક્ષના બંને નેતાઓ ઝઘડી પડ્યા હતાં.
SMCની સામાન્ય સભામાં હોબાળો
સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો છે. પાર્ટી પ્લોટના બાકી વેરા મુદ્દે હોબાળો થયો છે. અને ભાજપ - કોંગ્રેસના કોર્પોરેટરો સામ-સામે આવી ગયા હતાં. BRTS બસ મામલે પણ ભાજપ પર કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે.