બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 05:17 PM, 8 June 2019
નળ કનેક્શન બન્યું બબાલનું કારણ. ઓલપાડના માસમા ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં મકાન અને વાહનોમાં નુકશાન થતા સરકાર તરફી પોલીસ ફરિયાદી બની બંને પક્ષોના લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
શુક્રવારની મોડી રાત્રીએ, ઓલપાડ તાલુકાના માસમા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ગેરકાયદેસર રીતે કબ્જો જમાવતા એક જૂથ અને ગ્રામજનો સામસામે આવી ગયા હતા. સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા નળ કનેક્શન કાપી નાંખતા મામલો બિચક્યો હતો. ગામના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા મકાન અને વાહનોને નુકશાન પહોંચ્યું હતું. પરિસ્થિતિ પામી ગયેલી પોલીસે સ્થળ પર પહોંચી બંને જૂથના ટોળાને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ કર્યો હતો.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઓલપાડ પોલીસ, જિલ્લા એલ.સી.બી.,એસ.ઓ.જી સહીત સમગ્ર જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. એક સમયે બંને જૂથના લોકો સામસામે આવતા ઘર્ષણ સર્જાયું હતું. હાલ ઓલપાડ પોલીસના સબ ઇન્સ્પેકટર પોતે ફરિયાદી બની બંને જૂથના લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હાલ ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાતા પરિસ્થિતિ કાબુ હેઠળ આવી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.