પ.બંગાળઃ ચૂંટણીની મતગણતરી દરમિયાન BJP-TMC વચ્ચે હિંસા ભડકી, પોલીસે કર્યો લાઠીચાર્જ

By : hiren joshi 05:14 PM, 17 May 2018 | Updated : 05:14 PM, 17 May 2018
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં યોજાયેલી પંચાયતની ચૂંટણી બાદ હાલ મતગણતરી ચાલી રહી છે. ત્યારે ફરી એકવાર બંગાળમાં હિંસા ભડકી છે. ભાજપ અને TMCના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. પોલીસને પણ ટોળાને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. 

જો કે હાલ સ્થિતિ મહદઅંશે કાબૂમાં આવી છે. પરંતુ જેમ જેમ ચૂંટણી પરિણામો આવતા જશે તેમ તેમ હિંસક પ્રદર્શનો વધવાના અણસાર છે. તો ચૂંટણી પરિણામોની વાત કરીએ તો હાલ TMC સૌથી વધુ બેઠકો જીતી આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ બીજા નંબર છે. તો કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના સુપડા સાફ થઈ ગયા છે. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં 14 મેના રોજ મતદાન થયું હતું.
  પ.બંગાળના બીરભૂમમાં એક મતગણના કેન્દ્રની બહાર ટીએમસી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી થઇ હતી. હિંસા ઉગ્ર બનતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો ત્યારબાદ સ્થિતિ કાબૂમાં આવી હતી.

તાજા આંકડાઓ અનુસાર, ગ્રામ પંચાયતની 11,880 બેઠકોના પરિણામો આવી ચૂક્યા છે. જેમાંથી 8953 બેઠકો એકલા ટીએમસીએ પોતાના ખાતે કરી છે. ત્યારે ભાજપે 1537, સીપીએમે 542 અને કોંગ્રેસ 248 ગ્રામ પંચાયતની બેઠકો પર જીત મેળવી છે.Recent Story

Popular Story