બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:18 PM, 11 September 2024
જમ્મુ પ્રદેશના કઠુઆ જિલ્લામાં સુરક્ષાબળોને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ બે આતંકી જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર હતા. તેમનાં પાસેથી એક રાઇફલ અને દારુ-ગોળો મળી આવ્યા છે. ઘર્ષણ હજુ ચાલુ જ છે.આતંકીઓ સામેનું આ ઓપરેશન કઠુઆના ખાનદારામાં ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
અલગ-અલગ વિસ્તારોમાં ઓપરેશન ચાલી રહ્યા છે
જમ્મુ પ્રદેશમાં હાજર આતંકીઓની શોધખોળ અને તેમને ખતમ કરી નાંખવા માટે સુરક્ષાબળોની ટીમો અલગ-અલગ વિસ્તારોમાં સતત ઓપરેશન ચલાવી રહી છે. આ ઓપરેશન ભારતીય સેનાની, સી.આર.પી.એફ. અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કઠુઆમાં પણ ઓપરેશન ચાલી રહ્યું હતું.
ADVERTISEMENT
આતંકીઓની હાજરી અંગે ગુપ્ત સૂચના મળી હતી
ખાનદારામાં આતંકીઓની હાજરી અંગે ગુપ્ત સૂચના મળી હતી. આતંકીઓની હાજરી અંગે મળેલી સૂચના પર સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરવા શરૂ કર્યું. આ દરમિયાન, આતંકીઓએ પોતાને ઘેરાતા જોઈને ફાયરિંગ શરૂ કર્યું. જે બાદ સામ-સામે ઘર્ષણ થયું. ઘણા કલાકો સુધી ચાલી રહેલા આ ઘર્ષણમાં 2 આતંકીઓ માર્યા ગયા.
આતંકીઓને ઠાર કરવા સુરક્ષાબળો માટે મોટી સફળતા
આ આતંકીઓને ઠાર કરવા સુરક્ષાબળો માટે મોટી સફળતા છે કઠુઆ જિલ્લામાં આ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષાબળોને આ મોટી સફળતા મળી છે. વરસાદ અને કઠિન ભૂગોળની પરિસ્થિતિઓ વચ્ચે, સુરક્ષાબળોએ આતંકવાદીઓ સુધી પહોંચી તેમને ખતમ કર્યા. . ઠાર કરાયેલા આતંકીઓ પાસેથી સુરક્ષાબળોને મોટા પાયે દારુ-ગોળો તેમજ રાઇફલ મળી છે. આ વિસ્તારમાં જૈસ-એ-મોહમ્મદના બે ટોપ કમાન્ડરને ઠાર કરવા સુરક્ષાબળો માટે મોટી સફળતા છે. સીમા પારથી સતત જમ્મુ પ્રદેશમાં અશાંતિ ફેલાવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે. આ માટે પાકિસ્તાન આતંકીઓને મદદ કરી રહ્યો છે. જમ્મુ પ્રદેશમાં ઘણા આતંકીઓ સક્રિય છે.
આ પણ વાંચોઃ બિગ બોસ ફેમ એલી અવરામના બિકીનીમાં સિઝલિંગ પોઝ, બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સતીકાંડનું ખૌફનાક સત્ય / પ્રદશિણા કરીને ચિતા પર બેસી, પડતાં પતિનો પગ પકડીને બેઠી, જાણો રુપ કંવર કેવી રીતે સતી થઈ?
કેન્દ્રનો નિર્ણય / ગરીબોને 5 વર્ષ સુધી મળતું રહેશે મફત અનાજ, મોદી સરકારે લંબાવી મોટી યોજના
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.