બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Clash between AAP and BJP councillors

હોબાળો / દિલ્હીમાં AAP-BJP વચ્ચે ગલીમાં થતી હોય તેવી બબાલ: નક્કી ન થઈ શક્યા મેયર, હવે આગળ શું?

Malay

Last Updated: 04:57 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયરની ચૂંટણીના મતદાન પહેલા આમ આદમી પાર્ટી અને બીજેપીના કાઉન્સિલરો આમને સામને આવી ગયા. દિલ્હી સિવિક સેન્ટર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું.

 

  • AAP અને ભાજપના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી
  • દિલ્હી સિવિક સેન્ટર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું
  • MCD હાઉસની બેઠક દિવસ માટે સ્થગિત
  • મેયરની ચૂંટણીની તારીખ એલજી હાઉસમાંથી કરાશે નક્કી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયરની ચૂંટણી પહેલા જ દિલ્હીના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. શુક્રવારે મેયરની ચૂંટણીના મતદાન પહેલા દિલ્હી સિવિક સેન્ટરની અંદર આમ આદમી પાર્ટી અને બીજેપીના કાઉન્સિલરો આમને સામને આવી ગયા હતા. બંને પક્ષોએ એકબીજા પર લાતો અને ખુરશીઓ વડે હુમલો કર્યો હતો. દિલ્હી સિવિક સેન્ટર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું અને જે વસ્તુઓ હાથમાં આવી તેના વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. દિલ્હીના કાઉન્સિલરો વચ્ચેની લડાઈ જોઈને દિલ્હીવાસીઓ પણ ચોંકી ગયા છે. આ દરમિયાન મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર અને ભાજપના કાઉન્સિલર સત્ય શર્માએ જણાવ્યું  કે, "MCDની બેઠક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. આગામી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.''

શા માટે અચાનક હોબાળો?
આમ આદમી પાર્ટીનો આરોપ છે કે આવું પહેલા ક્યારેય નથી થયું. સૌ પ્રથમ નોમિનેટેડ કાઉન્સિલરો (nominated councilors)ને શપથ લેવડાવવામાં આવ્યા હતા અને આજે આ વાતને લઈને મેયરની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થઈ, બીજી તરફ પ્રિસાઇડિંગ ઓફિસર અને ભાજપના કોર્પોરેટર શર્માએ જણાવ્યું હતું કે, બંધારણીય ધોરણે ચૂંટણી થઈ રહી હતી. તેમણે કહ્યું કે, નોમિનેટેડ કાઉન્સિલરોના પ્રથમ શપથ ગ્રહણ સાથે સમગ્ર ધમાલ શરૂ થઈ હતી. હોબાળો મચાવનારા કાઉન્સિલરોને સમજાવવામાં આવ્યા કે નોમિનેટેડ કાઉન્સિલરો અન્ય કાઉન્સિલરો કરતા પહેલા શપથ લઈ શકે છે. આ અંગે કોઈ અલગ માર્ગદર્શિકા નથી. તેમણે કહ્યું, હાલ સમગ્ર મામલે એલજી પાસે મોકલવામાં આવ્યો છે. હવે એલજી હાઉસમાંથી ચૂંટણીની આગામી તારીખ નક્કી કરવામાં આવશે.'

ચૂંટણી વગર સ્થગિત કરવામાં આવી બેઠક
લેફ્ટનન્ટ ગવર્નર વી.કે સક્સેના દ્વારા નિયુક્ત 10 'એલ્ડરમેન' (નોમિનેટેડ કાઉન્સિલરો)ને પ્રથમ શપથ અપાવવાને લઈને આમ આદમી પાર્ટી (AAP) કાઉન્સિલરોના ઉગ્ર વિરોધ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની પ્રથમ બેઠક મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી વગર જ મોકૂફ રાખવામાં આવી હતી. MCD હાઉસમાં 10 'એલ્ડરમેન' (નોમિનેટેડ કાઉન્સિલરો)ને શપથ લેવાની પ્રક્રિયા શરૂ થતાં જ હોબાળો મચી ગયો હતો. AAPના ઘણા ધારાસભ્યો અને કોર્પોરેટરો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તેમણે ચૂંટાયેલા કાઉન્સિલરોને બદલે 'એલ્ડરમેન'ને પહેલા શપથ લેવડાવાનો વિરોધ કર્યો હતો. જવાબમાં ભાજપના કોર્પોરેટરોએ AAP અને તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યો. હોબાળાની વચ્ચે બંને પક્ષોએ એક-બીજાના સભ્યો પર મારપીટનો આરોપ પણ લગાવ્યો.

કાઉન્સિલરોએ કર્યા સૂત્રોચ્ચાર
બેઠકની શરૂઆત ભાજપના કોર્પોરેટર સત્ય શર્માને દિલ્હી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ના મેયર અને ડેપ્યુટી મેયર પદની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે શપથ લેવડાવવાની સાથે થઈ. જ્યારે શર્માએ 'એલ્ડરમેન' મનોજ કુમારને શપથ લેવા માટે આમંત્રણ આપ્યું, ત્યારે AAPના ધારાસભ્યો અને કોર્પોરેટરોએ વિરોધ કરવા લાગ્યા. AAP કાઉન્સિલરો દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરના ટેબલ સહિત અન્ય ટેબલો પર ઊભા રહીને સૂત્રોચ્ચાર કરાતા વચ્ચે જ શપથગ્રહણ સમારોહને અટકાવવામાં આવ્યો હતો. ભાજપના કાઉન્સિલરો પણ ટેબલની આસપાસ એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન તેમની અને AAP કાઉન્સિલરો વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. શર્માએ કહ્યું, 'પહેલા ગૃહની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. ચાર 'એલ્ડરમેન'એ શપથ લીધા. અમે ટૂંક સમયમાં એક બેઠક યોજીશું અને બાકીના 'એલ્ડરમેન' પહેલા શપથ ગ્રહણ કરાવવામાં આવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP councillors aap clash આમ આદમી પાર્ટી કોર્પોરેટરો વચ્ચે મારામારી દિલ્હી ભાજપ delhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ