બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Clarification on firing in Juhapura
Dinesh
Last Updated: 11:27 PM, 6 December 2022
જુહાપુરામાં ફાયરિંગ મામલે ખુલાસો
પ્રેમ લગ્નની અદાવતમાં થયું ફાયરિંગ
પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
ADVERTISEMENT
અમદાવાદના જુહાપુરામાં કુખ્યાત નઝીર વોરા અને તેના પુત્ર પર ફાયરિંગની ઘટના સામે આવી છે. પ્રેમલગ્નની અદાવતમાં ફાયરિંગ થઈ હોવાનું ખુલ્યું છે. વેજલપુર પોલીસે બન્ને પક્ષ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
જુહાપુરામાં ફાયરિંગ મામલે ખુલાસો
કુખ્યાત આરોપી નઝીર વોરા અને તેનો પુત્ર હમઝા જ્યારે બીજા પક્ષમાં આરોપી ફૈઝાન ઉર્ફે ટેબુ સૈયદ, મયુદ્દીન સૈયદ અને વાહીદ ઉર્ફે બાબા સૈયદ છે. પ્રેમ લગ્નના વિવાદમાં આ બન્ને પક્ષ વચ્ચે અદાવત ચાલે છે. સોમવારની રાત્રે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સોનલ સિનેમા નજીક આરોપી વાહીદ સૈયદ અને હમઝા વોરા વચ્ચે આ અદાવતમાં બોલા ચાલી થઈ હતી બાદમાં આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે કુખ્યાત આરોપી નઝીર વોરા તલવાર લઈને મારવા આવ્યો હતો અને ત્યારે આરોપી વાહીદ હથિયારથી ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને લઈને વેજલપુર પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે
ADVERTISEMENT
પ્રેમ લગ્નની અદાવતમાં થયું ફાયરિંગ
ફાયરિંગ કેસની તપાસમાં ખુલાસો થયો કે નઝીર વોરાની ભાણીએ સૈયદ પરિવારના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. નઝીર વોરાનો પુત્ર હમઝા સાથે આ યુવતીના લગ્ન નક્કી થયા હતા. પરંતુ યુવતીએ પ્રેમી સાથે લગ્ન કરી લેતા વોરા પરિવાર અને સૈયદ પરિવાર વચ્ચે છેલ્લા એક વર્ષથી તકરાર ચાલતી હતી. જેની અદાવતમાં બન્ને એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનાની વેજલપુર પોલીસે બન્નેની ફરિયાદ લઈને બન્ને પક્ષના 5 આરોપીની ધરપકડ કરીને ફાયરિંગ કરવામાં ઉપયોગ લીધેલ હથિયાર જપ્ત કર્યું છે
પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
કુખ્યાત આરોપી નઝીર વોરા વિરુદ્ધ 30થી વધુ ગુના નોંધાયા છે તેમજ પકડાયેલા અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં વેજલપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેઓને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.