બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Claimant for prime minister's post upa nda third front

રાજનીતિ / લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં વિપક્ષમાં પ્રધાનમંત્રી પદની દાવેદારી, જાણો રાજકીય ગણિત

vtvAdmin

Last Updated: 12:06 AM, 15 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજુ લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન થવાનું બાકી છે, પરંતુ સરકાર બનાવવાને લઇને રાજકીય પાર્ટીઓ મહેનત શરૂ કરી દીધી છે. માત્ર રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન(એનડીએ) અને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન(યૂપીએ) જ નહીં, પરંતુ થર્ડ ફ્રંટની પણ કવાયત શરૂ થઇ ગઇ છે. 23 મેના રોજ મતગણતરી બાદ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. જો આ ચૂંટણીમાં કોઇ દળ કે ગઠબંધનને સ્પષ્ટ બહુમતિ નહીં મળે, તો દેશનું રાજકીય સમીકરણ પૂર્વથી પશ્વિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી બદલી જશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર 21 મેના રોજ તમામ વિપક્ષી દળો એક બેઠક કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં નેતૃત્વને લઇને ઔપચારિક ચર્ચા નહીં થાય. જોકે મહાગઠબંધનની એકતા અને મહાગઠબંધનની એક તસ્વી સામે રાખવાના પ્રયત્નો જરૂર કરવામાં આવશે. આને લઇને સીપીઆઇના સાંસદ ડી.રાજાનું કહેવું છે કે વિપક્ષી દળ એકબીજા સાથે બેઠક કરશે અને રણનીતિ બનાવશે કે ભાજપને કેવી રીતે સત્તાથી હટાવી શકાય છે.

ચંદ્રશેખર રાવને ઉપપ્રધાનમંત્રી બનવાની ઇચ્છા
23 મે 2019 પહેલા તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ)ના અધ્યક્ષ કે.ચંદ્રશેખર રાવ અલગ અલગ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમના તાજી મુલાકાત ડીએમકે પ્રમુખ સ્ટાલિન સાથે થઇ છે. સૂત્રોનું માનીએ, તો આ મુલાકાત દરમિયાન ટીઆરએસ પ્રમુખ ચંદ્રશેખર રાવને ઉપપ્રધાનમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી. જોકે ડીએમકેએ તેમને યૂપીએને સમર્થન આપવાનો પ્રસ્તાવ આપ્યો.

બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માંગ
ત્યારે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદને એનડીએ સરકાર ચલાવવા કાબિલ બતાવ્યા, તો બીજી તરફ ઓડિશામાં આવેલ ફાની વાવાઝોડાથી નિપટવા માટે ક્ષેત્રના મુખ્યમંત્રી નવીન પટનાયકના વખાણ કર્યા. ત્યારે એનડીએના દળ જેડીયૂના પરિણામ પહેલા જ બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી છે. જેડીયૂ નેતા કેસી ત્યાગીએ નિવેદન આપતા ન માત્ર બિહારને વિશેષ રાજ્યના દરજ્જાની વાત કરી, પરંતુ ઓડિશા અને આંધ્રપ્રદેશને પણ વિશેષ રાજ્યના દરજ્જા આપવાનું સમર્થન કર્યું.

જેડીયૂએ પટનાયકની સાથે પોતાનું ડીએનએ જોડી દીધું
એટલું જ નહીં, જેડીયૂએ ત્યાં સુધી કહી દીધું કે નવીન પટનાયક અને તેમના ડીએનએ સેમ છે. જોકે નવીન પટનાયકની સાથો સાથ જનગ મોહન રેડ્ડી જેવા ક્ષેત્રીય ક્ષત્રપણોનું એનડીએમમાં સ્વાગત છે. શું આ પણ તો સંયોગ નથી કે જેડીયૂને બિહારમાં જીતાડનાર પ્રશાંત કિશેર આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીનો ચૂંટણી પ્રચાર જોઇ રહ્યા હતા. જેડીયૂએ પટનાયકની સાથે પોતાનું ડીએનએ જોડી દીધું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે 23 મે બાદ જરૂર પડતા ઓડિશા દ્વારા દિલ્હીની સરકાર બચાવી શકાય છે. પૂર્વ ભાજપ નેતા અને પત્રકાર તથાગત સતપતિનું માનવું છે કે નવીન પટનાયક 23 મે બાદ ભાજપનો સાથ આપવાથી પાછી પાની નહીં કરે.

પીએમ પદ માટે માયાવતી યોગ્ય ચેહરો: અખિલેશ
23 મે પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પ્રધાનમંત્રી પદ માટે માયાવતીની ઉમેદવારી ઉત્તમ ગણાવી છે. એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં અખિલેશે કહ્યું કે પીએમ પદ માટે માયાવતી યોગ્ય ચેહરો છે. અખિલેશ યાદવના પ્રસ્તાવ પર લેફ્ટને પણ કોઇ તકલીફ નથી. લેફ્ટને લાગે છે કે વિપક્ષી દળોમાં માયાવતીની સાથે કેટલાક એવા ચેહરા છે, જે પીએમ પદ માટે ઉત્તમ ઉમેદવાર છે. આના પર 23 મે બાદ સંમતિ બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે. ત્યારે, માયાવતીએ 23 મે બાદ એનડીએને સમર્થન આપવાની તમામ શંકાઓને રદ મે બાદ સંમતિ બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે.

માયાવતીનો સીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો
ત્યારે, માયાવતીએ 23 મે બાદ એનડીએને સમર્થન આપવાની તમામ શંકાઓ રદ કરવા માટે સીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. માયાવતીએ ત્યાં સુધી કહી દીધું કે દેશને હજુ સુધી કેટલાક નેતાઓ સેવક, મુખ્ય સેવક, ચા વાળા અને ચોકીદાર જેવા અનેક રૂપમાં જોયા છે. હવે દેશને સંવિધાનની સાચી કલ્યાણકારી નીતિના હિસાબથી ચલાવવા વાળા શુદ્ધ પીએમ જોઇએ. જનતાએ બેવડી નીતિથી બહુ દગો સહન કર્યો છે પરંતુ હવે આવી ભૂલ નહીં કરે. જોકે આ તમામ સંભાવનાઓ છે, મહત્વાકાંક્ષાઓ અને તેમને સંપૂર્ણરીતે પૂર્ણ કરવા માટે જડજોહદનું ભવિષ્ય 23 મેના રોજ નક્કી થશે.

આ તારીખે એ નક્કી થશે કે દેશના સત્તા એક વાર ફરી 2014ના રસ્તે જશે કે સ્થાનિક દળોનું ભાગ્ય ખુલશે? તમને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થશે. ત્યાર બાદ 23 મેના રોજ મતગણતરી થશે અને ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે.

સંકળાયેલા મુદ્દાઓ

NDA UPA prime minister third front politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ