civilian shot dead in shopian of jammu kashmir amid amit shah visit valley visit
જમ્મુ- કાશ્મીર /
અમિત શાહની કાશ્મીર મુલાકાતે વખતે આતંકીઓ ત્રાટક્યા, 1 નાગરિકની ગોળી મારીને કરી હત્યા
Team VTV02:16 PM, 24 Oct 21
| Updated: 02:05 PM, 24 Oct 21
ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ કાશ્મીરની મુલાકાતની વચ્ચે આતંકવાદીઓએ ફરી વાર ત્રાટકીને એક નાગરિકની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ કાશ્મીરની મુલાકાતે
આતંકવાદીઓ ફરી વાર ત્રાટક્યા
એક નાગરિકની ગોળી મારીને હત્યા કરી
આતંકીઓની ગોળીઓનો ભોગ બનેલા વ્યક્તિની ઓળખ શાહિદ અહમદ તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની તપાસ ચાલુ છે. આતંકીઓને ગોળીબાર એવે ટાણે થયો છે કે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે આવ્યાં છે.
3 જવાન સહિત એક આતંકી ઘાયલ
જમ્મુ- કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે. અથડામણમાં જમ્મુ- કાશ્મીર પોલીસના બે અને સેનાનો એક જવાન અને એક આતંકી ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભાટા દુરિયા વન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણ જારી
જાણકારી મુજબ રવિવારે જમ્મુ- કાશ્મીરના પુંછ જિલ્લાના ભાટા દુરિયા વન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા છે. બન્ને તરફથી ગોળીબારી થઈ રહી છે. ગોળીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે.
સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓના અડ્ડા પાસે પહોંચેલી સુરક્ષાદળોની ટીમ પર ગોળીબાર કર્યો
મનાઈ રહ્યું છે કે સુરક્ષાદળોની ટીમ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓના અડ્ડા પાસે પહોંચી તો આતંકવાદીઓએ પોલીસ અને સેનાના જવાનાની સંયુક્ત ટીમ પર ગોળીઓ ચલાવી દીધી. જેમાં 2 પોલીસ કર્મી અને સેનાનો એક જવાન ઘાયલ થયો. જમ્મુ- કાશ્મીર પોલીસ અનુસાર લશ્કર-એ- તૈયબા પાકિસ્તાની આતંકવાદી જિયા મુસ્તફા પણ ઘાયલ થયો છે.