બોમ્બે હાઈકોર્ટે નવા નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એરપોર્ટના નામ આપવા અને બદલવા સંબંધિત એક રાષ્ટ્રવ્યાપી નીતિ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.
હોદ્દો સંભાળતા જ નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાને મળ્યું પહેલું કામ
. હાઈકોર્ટની ખંડપીઠે 24 જુનની ભીડનો પણ ઉલ્લેખ કર્યો
ભીડ નવી મુંબઈ એરપોર્ટનું નામ ડીબી પાટીલને નામે રાખવા માગતી હતી
નવી મુંબઈ એરપોર્ટનું નામ બાળ ઠાકરે રખાયું છે
હોદ્દો સંભાળતા જ નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાને પહેલું કામ બોમ્બે હાઈકોર્ટે સોંપ્યું છે. બોમ્બે હાઈકોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહને જણાવ્યું કે જો ડ્રાફ્ટ સ્ટેજમાં કોઈ નવી નીતિ હોય તો તેને અમલી બનાવો. તમારી પાસે હવે નવા મંત્રીઓ છે. નવા નાગરિક ઉડ્ડયન મંત્રીને આ કામ પહેલું કરવા દો. નવા નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાનું આ કામ પહેલું હોવું જોઈએ.
વકીલ ફિલજી ફ્રેડરિકની જનહિતની અરજી પર સુનાવણી કરતી વખતે બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દિપંકર દત્તા અને જસ્ટિસ જીએસ કુલકર્ણીએ આવી ટીપ્પણી કરી હતી.
ચીફ જસ્ટિસ દિપંકર દત્તા અને જસ્ટિસ જીએસ કુલકર્ણીએ જણાવ્યું કે અમે હાલની ડ્રાફ્ટ પોલીસી જાણવા માંગીએ છીએ. અમે ગત મહિને રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું હતું. હાઈકોર્ટની ખંડપીઠે 24 જુનની ભીડનો પણ ઉલ્લેખ કર્યો.
ભીડની એવી માંગણી હતી કે નવી મુંબઈમાં બની રહેલા એરપોર્ટનું નામ ડીબી પાટીલ રાખવું જોઈએ. ભીડને લાગી રહ્યું છે કે ડીબી પાટીલ પ્રોજેક્ટ અસરગ્રસ્તોના હકોના લડત લડ્યા હતા. ગત મહિને મહારાષ્ટ્ર સરકારે નવી મુંબઈ એરપોર્ટનું નામ બાળ ઠાકરે રાખવાનું નક્કી કર્યું હતું.