Monday, June 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

AMCમાં સિટી એન્જિનિયરની કરાશે ભરતી થશે ઇન્ટરવ્યું

AMCમાં સિટી એન્જિનિયરની કરાશે ભરતી  થશે ઇન્ટરવ્યું
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સિટી ઇજનેરની ખાલી પડેલી જગ્યા માટે ઇન્ટવ્યું કરાશે. આ જગ્યા માટે કોર્પોરેશનમાં ફરજ બજાવતા અને બહારના લાયકાત ધરાવતા 40 લોકોએ અરજી કરી છે.

આ 40 અરજીમાં 22 જેટલા કોર્પોરેશનના એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા લોકોએ અરજી કરી છે પરંતુ આ 22 એન્જિનિયર એવા છે. જેમને AMCએ રોડ કૌભાંડ અને ખોટા આઈઓસી બીલ કૌભાંડમાં નોટિસ ફાળવી છે.

એક તરફ AMC કમિશનર વિજય નહેરા પારદર્શક વહીવટની વાતો કરે છે જ્યારે બીજી તરફ રોડ અને ખોટા આઇઓસી બીલમાં સંડોવાયેલા અન્જિનિયરોને સિટી ઇજનેર માટે લાયક ગણી રહ્યા છે.

ત્યારે સીટી ઇજનેરની જગ્યા માટે થતી નિમણૂક મુદ્દે વિપક્ષ નેતા દિનેશ શર્માએ આક્ષેપ લગાવ્યા છે કે શું પારદર્શકતાની વાતો કરનારા હવે ભ્રષ્ટ એન્જિનિયરોને જ નિમણૂક કરશે.

એક તરફ ભ્રષ્ટાચારને ડામવાની વાતો બીજી તરફ ભ્રષ્ટાચારીઓને જ નિમણૂક કરશે AMC? AMCની આ નિમણૂક પ્રક્રિયાને રદ્દ કરવાની વિપક્ષ દ્વારા માગ કરાઈ છે. ત્યારે જોવું રહ્યું કે વિપક્ષના આક્ષેપ બાદ AMC ભ્રષ્ટ એન્જિનિયરોની નિમણૂક કરે છે કે પછી કોઈ ઇમાનદારને.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ