અનેક લોક સવારે ઉઠતાવેંત ચા-કોફી પીવે છે. આ પ્રકારની આદતના કારણે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. સવારે ખાલી પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડનું વધુ ઉત્પાદન થાય છે.
આ આદતના કારણે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે
ભૂખ્યા પેટે આ વસ્તુઓ ખાવાથી પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડ બને છે
જેના કારણે ગેસ, એસિડિટી, બ્લોટિંગની સમસ્યા થાય છે
અનેક લોક સવારે ઉઠતાવેંત ચા-કોફી પીવે છે, તો કેટલાક લોકો જ્યૂસનું સેવન કરે છે. જો તમે પણ આ પ્રકારે કરો છો, તો સાવચેત થઈ જવું જોઈએ. આ પ્રકારની આદતના કારણે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. સવારે ખાલી પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડનું વધુ ઉત્પાદન થાય છે. આ પરિસ્થિતિમાં કેટલાક ફૂડને કારણે એસિડમાં વૃદ્ધિ થાય છે, જેના કારણે ગેસ, એસિડિટી, બ્લોટિંગની સમસ્યા થાય છે.
સોડા- કેટલાક લોકો ગેસ એસિડિટીથી રાહત મેળવવા માટે સોડા અથવા સોફ્ટ ડ્રિંક પીતા હોય છે. આ ડ્રિંક જ એક પ્રકારનો ગેસ હોય છે, જેનાથી પેટમાં વધુ ગેસ થાય છે. કેટલાક લોકો સવારે ઉઠતા વેંત સૌથી પહેલા સોડા અથવા સોફ્ટ ડ્રિંકનું સેવન કરે છે, જેના કારણે આખો દિવસ ખરાબ જાય છે. આ કારણોસર સવારે ઉઠતાવેંત સોડા અથવા સોફ્ટ ડ્રિંકનું સેવન ના કરવું જોઈએ.
સાઈટ્રસ ફ્રૂટ- કેટલાક લોકો સવારે ઉઠતાવેંત સંતરા ખાય છે. સંતરાને કારણે પેટમાં ગેસ અને એસિડ વધી જાય છે, જેના કારણે તકલીફ થાય છે. લીંબુ, સંતરા, ચકોતરા સાઈટ્સ ફ્રુટ છે, જેના કારણે પેટ ફૂલી જાય છે અને આખો દિવસ ખરાબ જાય છે.
કોફી- અનેક લોકોના દિવસની શરૂઆત કોફીથી થાય છે. કોફીમાં કેફીન વધુ હોય છે. ભૂખ્યા પેટે કોફી પીવાથી આખો દિવસ ખરાબ જાય છે. કોફી પીધા પછી પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડ બનવા લાગે છે, જેના કારણે ગેસ અને એસિડિટી થાય છે.
મસાલેદાર ભોજન- સવારે ભૂખ્યાપેટે મસાલેદાર ફૂડનું સેવન ના કરવું જોઈએ. પેટમાં ગેસ-એસિડિટીના કારણે આખો દિવસ ખરાબ જાય છે. આ કારણોસર સવારે મસાલેદાર ભોજનનું સેવન ના કરવું જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)