મંજૂરી / નાગરિકતા સંશોધન બિલને લોકસભા, રાજ્યસભા બાદ હવે રાષ્ટ્રપતિની મંજૂરી, બન્યો કાયદો

Citizenship amendment bill law President ram-nath kovind approved

નાગરિકતા સંશોધન બિલને લોકસભા, રાજ્યસભા બાદ હવે રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઇ છે. લોકસભામાં આ બિલના પક્ષમાં 311 મત પડ્યા હતા, જ્યારે 80 સાંસદોએ બિલના વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. તો રાજ્યસભામાં આ બિલના સમર્થનમાં 125 મત અને વિરૂદ્ધમાં 99 મત પડ્યાં હતા. બન્ને ગૃહોમાં આ બિલ પાસ થતા તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું હતું. ત્યારે ગુરૂવાર મોડી રાત્રે બિલને મંજૂરી આપી દીધી છે. તેથી હવે નાગરિકા સંશોધન બિલ કાયદો બની ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ