સુનાવણી / CAA મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે 144 અરજીઓ પર હાથ ધરાશે સુનાવણી

citizenship amendment act hearing in supreme court modi government protest

CAAના સમર્થન અને વિરોધમાં થયેલી અરજીઓ પર આજે સુનાવણી હાથ ધરાશે. અંદાજે 144 અરજી પર સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવશે. ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ અબ્દુલ નજીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચ તમામ અરજી પર સુનાવણી કરશે. CAA પર સુપ્રીમ કોર્ટમાં 144 અરજી કરાઇ છે. જેમાં 141 અરજી CAAના વિરૂદ્ધ કરવામાં આવી છે. એક જ અરજી CAAના સમર્થનમાં છે જે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ