નાગરિકતા સંશોધન કાયદા(CAA) 2019 આજથી સમગ્ર દેશમાં લાગૂ થઇ ચૂક્યો છે. જેને લઇને સરકારે નોટિફિકેશન પણ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, આ કાયદાના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે.
નાગરિકતા સંશોધન કાયદો સમગ્ર દેશમાં લાગૂ
સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું
દેશમાં કેટલીક જગ્યાઓ પર નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે નાગરિકતા કાયદા પર દેશના કેટલાક વિસ્તારોમાં હિંસા પણ જોવા મળી છે. જોકે હવે સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) 2019નો નોટિફિકેશન જાહેર કરી દીધું છે. તેની સાથે જ 10 જાન્યુઆરી 2020થી જ નાગરિકતા સંશોધન કાયદો સમગ્ર દેશમાં લાગૂ થઇ ચૂક્યો છે.
ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં લખ્યું છે, કેન્દ્ર સરકાર, નાગરિકતા(સંશોધન) અધિનિયમ, 2019 (2019ના 47)ની કલમ 1ની પેટાકલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓના ઉપયોગ કરતા, 10 જાન્યુઆરી 2020ને તે તારીખના રૂપમાં નક્કી કરવામાં આવે છે જેને ઉક્ત અધિનિયમની જોગવાઈઓ અમલ આવશે.
સીએએ નોટિફિકેશન
શું છે નાગરિકતા સંશોધન કાયદો?
નાગરિકતા કાયદો, 1955માં ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન બિલ લઇને આવી. બિલને સંસદમાં પાસ કરાવવામાં આવ્યું અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ કાયદો બની ગયો. હવે સરકાર આ નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. તેની સાથે જ હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલ હિન્દુ, જૈન, બૌદ્ધ, સિખ, ઈસાઈ, પારસી શરણાર્થિઓને ભારતની નાગરિકતા મળવી સરળ થશે. અત્યાર સુધી તેમને ગેરકાયદેસર શરણાર્થી માનવામાં આવતા હતા.