બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Citizenship Act protest congress priyanka gandhi says government cowardly afraid of public voice
Bhushita
Last Updated: 09:40 PM, 16 December 2019
ADVERTISEMENT
પ્રિયંકા ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે દેશના વિશ્વવિદ્યાલયોમાં ઘૂસીને વિદ્યાર્થીઓને મારવામાં આવી રહ્યા છે. જે સમયે સરકારે લોકોની વાત સાંભળવી જોઈએ એ સમયે ભાજપ સરકાર ઉત્તર પૂર્વ, ઉત્તર પ્રદેશ, દિલ્હીમાં વિદ્યાર્થીઓ અને પત્રકારો પર દમનને માટે પોતાની હાજરી આપી રહી છે. આ સરકાર કાયર છે, જનતાના અવાજથી ડરે છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. દેશના જવાનો, તેમના સાહસ અને તેમની હિંમતને પોતાના બળે દબાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આ ભારતીય યુવા છે, મોદીજી સાંભળો તે દબાશે નહી. તેનો અવાજ તમારા સુધી આજે નહીં તો કાલે પહોંચશે અને તમારે સાંભળવો પડશે.
ADVERTISEMENT
जनता की आवाज़ से डरती है। इस देश के नौजवानों, उनके साहस और उनकी हिम्मत को अपनी खोखली तानाशाही से दबाना चाहती है। यह भारतीय युवा हैं, सुन लीजिए मोदी जी, यह दबेगा नहीं, इसकी आवाज़ आपको आज नहीं तो कल सुननी ही पड़ेगी।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 15, 2019
વિરોધને લઈને રવિવારે થયા પ્રદર્શનો
નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં વિશ્વવિદ્યાલયોમાં સરકારની વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે. વિરોધને લઈને રવિવારે દિવસે થયેલા પ્રદર્શનો અને જામિયા કેમ્પસની લાઈબ્રેરીમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસના લાઠીચાર્જ અને ટીયર ગેસના પ્રયોગે અન્ય વિશ્વ વિદ્યાલયો અને કોલેજોના વિદ્યાર્થીઓને પણ ભડકાવ્યા.
રવિવારે મોડી રાત સુધી ડીયૂ, જેએનયૂ, આંબેડકર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધમાં ઉતર્યા અને આઈટીઓના દિલ્હી પોલિસ મુખ્યાલય પ્રદર્શન માટે પહોંચ્યા હતા. અન્ય તરફ પૂર્વોત્તર ભારતમાં પણ નાગરિકતા સંશોધન કાયદાને લઈને લોકોની ભીડ સડક પર ઉતરી છે અને સરકારની વિરોધમાં પ્રદર્શન કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.