citizens responsibility to take care of public property pm on protests
સંબોધન /
CAAના વિરોધમાં થયેલી હિંસા પર PM મોદી બોલ્યા, સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડતા લોકો વિચારે કે...
Team VTV08:50 PM, 25 Dec 19
| Updated: 08:51 PM, 25 Dec 19
પીએમ નરેન્દ્ર મોદીએ નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલી હિંસા પર બુધવારે ચિંતા દર્શાવી. પીએમ મોદીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં જે પ્રકારે લોકોએ હિંસા કરી, સંપત્તિને નષ્ટ કરી તેઓ પોતાના ઘરમાં બેસીને વિચારે કે શું આ યોગ્ય હતું? તેમણે આ માટે આત્મચિંતન કરવું જોઇએ.
પીએમ મોદીએ કહ્યું કે, સરકારી સંપત્તિને તોડવા વાળાઓને હું કહેવા માંગુ છું કે, વધુ સારો રસ્તો, સારી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઉત્તમ સીવર લાઇન નાગરિકોનો હક છે તો તેને સુરક્ષિત રાખવી અને સ્વચ્છ રાખવી પણ તેમનું કર્તવ્ય છે.
તેઓએ કહ્યું કે આજે અટલ સિદ્ધિની આ ધરતીથી હું યુપીના યુવા સાથીઓ, અહીંના તમામ નાગરિકોને એક આગ્રહ કરવા આવ્યો છું. આઝાદી બાદના વર્ષોમાં અમે સૌથી વધારે જોર અધિકારો પર આપ્યું છે, પરંતુ હવે આપણે આપણા કર્તવ્યો, આપણા દાયિત્વો પર પણ જોર આપવાનું છે.
પીએમ મોદીએ કહ્યું કે, અટલજી કહેતા હતા કે જીવનને ટુકડાઓમાં નહીં પરંતુ સમગ્રતામાં જોવુ પડશે. આ વાત સરકાર માટે પણ સત્ય છે, સુશાસન માટે પણ સત્ય છે.
પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની આજે 95મી જયંતિ છે. આ અવસરે પીએમ નરેન્દ્ર મોદીએ લખનઉમાં અટલ બિહારી વાજપેયીની 25 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. બુધવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી સહિત દિગ્ગજોએ અટલ સ્મારક પહોંચીને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી.
PM મોદીએ કરી યોગી સરકારની પ્રશંસા
કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશમાં સુશાસન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે યુપીનું શાસન જ્યાંથી ચાલે છે ત્યાં અટલજીની મૂર્તિનું અનાવરણ થયું છે. અટલ મેડિકલ યૂનિવર્સિટીનો પણ શિલાન્યાસ થયો છે. જ્યારે અટલજી અહીંથી સાંસદ હતા, તો તેઓએ વિકાસ કામ કરાવ્યું, લખનઉને નવી ઓળખ અપાવી.