citigroup banker earning 77 lakh per month is suspended for stealing sandwiches from the staff canteen knowat
ચોરી /
મહિને 77 લાખની આવક ધરાવતા ભારતીય મૂળનાં આ વ્યક્તિએ સેન્ડવીચ ચોરી અને નોકરી ગઈ
Team VTV09:28 AM, 05 Feb 20
| Updated: 10:09 AM, 05 Feb 20
બ્રિટનમાં સિટી બેંકમાં મોટા પદ પર કાર્યરત ભારતીય મૂળનાં એક વ્યક્તિએ સેન્ડવિચની ચોરી કરી છે. ચોરી કરનાર વ્યક્તિ માસિક 77 લાખની આવક ધરાવે છે. કેમ આ ભારતીયએ સેન્ડવીચ ચોરી કરી.
ભારતીય મૂળના વ્યક્તિએ સેન્ડવિચ ચોરી
ચોરી કરનાર વ્યક્તિ મહિને 77 લાખ કમાય છે
આ પહેલા પણ તેમની સામે જમવાનું ચોરવાના આરોપ લાગ્યા છે
પહેલા પણ અનેક વાર તેમની પર ચોરીનો આરોપ લાગ્યો છે
સેન્ડવિચ ચોરી કરનાર વ્યક્તિ પારસ શાહ ભારતીય મૂળના છે. તેઓ સિટી બેંકમાં નોકરી કરે છે. પારસ શાહે સેન્ડવિચ ચોરી કરતા તેને બેંકમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બેંક તંત્રનું કહેવું છે કે, પારસ શાહ પર અનેક વાર જમવાનું ચોરવાનો આરોપ લાગ્યો છે. જોકે હજું હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેમણે કેટલીવાર સેન્ડવીચ કે અન્ય જમવાનું ચોર્યું છે. પારસ શાહને હવે સેન્ડવિચ ચોરીનાં કારણે મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.
કોણ છે પારસ શાહ?
ભારતીય મૂળના 31 વર્ષીય પારસે બ્રિટનમાં જ અભ્યાસ કર્યો છે. બ્રિટનની બાથ યૂનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પૂર્વેનો અભ્યાસ લંડનની ખ્યાતનામ સ્કૂલમાં કર્યો હતો. ઓછી ઉંમરમાં ઉંચી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પારસ શાહ યૂરોપના ઉચ્ચ પ્રોફાઈલ ક્રેડિટ ટ્રેડર્સમાં સામેલ છે. 2010માં પારસ HSBC બેંક સાથે જોડાઈ ગયા હતા. 7 વર્ષ સુધી HSBCમાં અનેક પદ પર કામ કર્યું. 2017માં પારસ શાહ સિટી બેંકમાં જોડાયા. બ્રિટનમાં સિટી બેંકમાં ઉચ્ચ પદ પર કાર્યરત છે. પારસ શાહની માસિક આવક 77 લાખ રૂપિયા છે. બેંકમાં તે ક્રેડિટ ટ્રેડિંગ ડિપાર્ટમેન્ટમાં યૂરોપ, મિડલ ઈસ્ટર અને આફ્રિકાના હેડ હતા.