બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 11:23 AM, 16 October 2021
ADVERTISEMENT
RTGS, નેટ બેંકિંગ જેવી સુવિધાઓ 9 કલાક માટે અસરગ્રસ્ત રહેશે
સિટી બેંકના ગ્રાહકો માટે મોટી અપડેટ છે. બેંક તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે RTGS, નેટ બેંકિંગ જેવી સુવિધાઓ 9 કલાક માટે અસરગ્રસ્ત રહેશે. એટલે કે આ દરમિયાન તમે આ સુવિધાઓના માઘ્યમથી લેવડદેવડ નહીં કરી શકો. આવો જાણીએ કે કયારથી કયાં સુધી જરુરી સુવિધાઓ અસરગ્રસ્ત રહેશે અને બેંકે ગ્રાહકોને મોકલેલા સંદેશમાં શું કહ્યું.
ADVERTISEMENT
9 કલાક સુધી અસરગ્રસ્ત રહેશે જરુરી સુવિધાઓ
સિટી બેંકે ગ્રાહકોને મોકલેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે 16 ઓક્ટોબરની રાતે 9.30 વાગે 17 ઓક્ટોબરે સવારે 6.30 સુધી નેટ બેંકિંગ, RTGS જેવી જરુરી સેવાઓ પ્રતિબંધિત રહેશે. સિટી બેંક તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 16 ઓક્ટોબરે રાતે 9.30થી 17 ઓક્ટોબરે સવારે 6.30 વાગ્યા સુધી મેન્ટેનન્સની જગ્યાએ બેંકની સર્વિસિસ અસરગ્રસ્ત રહેશે.
ક્યારે અને કઈ સર્વિસિઝ રહેશે અસરગ્રસ્ત
1. ઓનલાઈન અને મોબાઈલ સર્વિસ રાતના 1થી 2 વાગ્યા સુધી બંધ રહેશે.
2. RTGSના માધ્યમથી રાતના 2.30 વાગ્યાથી સવારના 6.30 વાગ્યા સુધી કોઈ લેવડ દેવડ ન કરી શકાય.
3. IVR સેલ્ફ સર્વિસ 16 ઓક્ટોબરની રાતે 9.30 વાગ્યાથી રાતના 12.30 વાગ્યા સુધી ડાઉન રહેશે.
4. ક્રેડિટ કાર્ડ અને સેમસંગ પે વોલેટના માઘ્યમથી રાતના 9.30 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી કોઈ ચૂકવણી નહીં કરવામાં આવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.