બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 10:40 PM, 18 December 2021
ADVERTISEMENT
બ્રિટનમાં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોને હાલત ખરાબ મૂકતા હવે જોન્સન સરકાર પાસે લોકડાઉન લગાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જોન્સન સરકારે 25 ડિસેમ્બર પછી 2 અઠવાડિયાનું લોકડાઉન જાહેર કરે તેવી સંભાવના છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બ્રિટનમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન અને ડેલ્ટા કેર વરસાવી રહ્યાં છે જેને લઈને શનિવારે જોન્સન સરકારની ઈમરજન્સી બેઠક મળી હતી. જેમાં નિષ્ણાંતોએ પ્રધાનમંત્રી જોન્સન સમક્ષ લોકડાઉનનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો.
ADVERTISEMENT
બ્રિટનમાં શનિવારે નોંધાયા કોરોનાના 90,000 કેસ
બ્રિટનમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના 90000ની આસપાસ કેસ આવી રહ્યાં છે. તે ઉપરાંત અહીં ઓમિક્રોન વેરિયન્ટના પણ કેસ આવી રહ્યો છે.
બ્રિટનમાં છેલ્લા ત્રણ દિવસથી 11,708 ઓમિક્રોન ચેપગ્રસ્ત
બ્રિટનમાં છેલ્લા ત્રણ દિવસથી ઓમિક્રોનના 11,708 કેસ નોંધાયા છે. બ્રિટનમાં રેકોર્ડબ્રેક સંખ્યામાં કોરોના કેસો આવી રહ્યાં છે. નવા મળેલા કેસોમાં દર પાંચમાંથી એક કેસ ઓમિક્રેન વેરિએન્ટનો છે.
Britain records another 90,418 Covid cases - another 36,345 in a 67 per cent rise on last week - as SAGE adviser says UK must lock down BEFORE Christmas or it will be 'too late' amid calls for a two-week ban on household mixing https://t.co/0IKhxJfA0G pic.twitter.com/RdOW6yJk2p
— Showbiz (@showbiznotices) December 18, 2021
ઓમિક્રોન વેરિઅન્ટનો વિશ્વમાં દાવાનળની જેમ ફેલાવો
કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વમાં દાવાનળની જેમ ફેલાઈ રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે લક્ષણો હળવા હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ શકે છે અને તેમને હોસ્પિટલમાં જવું પડે છે. આમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. નિષ્ણાતોએ આ ચેતવણી એવા સમયે આપી છે કે ઓમિક્રોનના કારણે બ્રિટનમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 10 લોકો હોસ્પિટલ પહોંચ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.