બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:27 PM, 17 September 2024
UGC On Tobacco Free Campus: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ માટે કેન્દ્ર સરકારની સૂચનાઓનું પાલન કરવા માટે રીમાઇન્ડર જારી કર્યું છે. કડક સૂચના આપતા યુજીસીએ કહ્યું કે તમાકુ મુક્ત કેમ્પસ માટે જારી કરાયેલ માર્ગદર્શિકાનું 100% ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
ADVERTISEMENT
યુજીસીએ કહ્યુ, "ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ (TOFEI) મેન્યુઅલ અને માર્ગદર્શિકાનો અસરકારક રીતે અમલ કરે અને તેમના કેમ્પસ તમાકુ, ઇલેક્ટ્રોનિક સિગારેટ અને અન્ય માદક દ્રવ્યોથી મુક્ત હોય.
ADVERTISEMENT
યુજીસીએ પત્ર જારી કર્યો
આ સંદર્ભમાં યુજીસીએ 11 સપ્ટેમ્બરના એક પત્ર જારી કર્યો હતો, જેમાં તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો અને કોલેજોના આચાર્યોને કહેવામાં આવ્યું હતું કે યુવાનોમાં તમાકુનું વ્યસન ચિંતાનો વિષય છે. શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી છે કે આ સમસ્યાને દૂર કરવા માટે નિર્ધારિત દરેક નિયમોનો કડક અમલ કરવો. આ સાથે યુજીસીએ વિદ્યાર્થીઓમાં ઈ-સિગારેટના વધતા વ્યાપ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
તમાકુના સેવનનું ચલણ વધી રહ્યું છે
યુજીસીએ ગ્લોબલ યુથ ટોબેકો સર્વે 2019નું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે 13 થી 15 વર્ષની વયના 8.5 ટકા વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. દર વર્ષે 5500 થી વધુ બાળકો તમાકુના વ્યસની બને છે. સર્વેમાં બહાર આવ્યું છે કે ભારતમાં લગભગ 14 ટકા વિદ્યાર્થીઓ (13-15 વર્ષ) તમાકુના વ્યસની બની ગયા છે. આ પછી શૈક્ષણિક સંસ્થાઓમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી અને તેની થોડી અસર જોવા મળી પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા તમાકુનો ઉપયોગ હજુ પણ ચિંતાનો વિષય છે.
આ પણ વાંચોઃ તમે ક્યારેય નહીં પડો બીમાર! ડાયટમાં સામેલ કરો 4 હેલ્ધી ફૂડ, બીમારીઓને કહો બાય બાય
આરોગ્ય મંત્રાલયે તમાકુ મુક્ત કેમ્પસ માટે માર્ગદર્શિકા તૈયાર કરી હતી અને તે દરેક સંસ્થાને મોકલવામાં આવી છે. ટોબેકો ફ્રી કેમ્પસમાં એવી સંસ્થાઓનો સમાવેશ થાય છે જે કેમ્પસની અંદર અને બહાર (100 યાર્ડ સુધી) તમાકુ ઉત્પાદનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. આ માટે સંસ્થાઓએ વ્યાપક નીતિઓ બનાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.