બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / ક્રેડિટ સ્કોર ખરાબ થઇ ગયો છે? તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 5 ટિપ્સ

તમારા કામનું / ક્રેડિટ સ્કોર ખરાબ થઇ ગયો છે? તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 5 ટિપ્સ

Last Updated: 04:59 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tips To Improve Your Credit Score: તમારો સિબિલ સ્કોર જેટલો સારો હશે તેટલી જ સરળતાથી તમને બેંક લોન કે ક્રેડિટ કાર્ડ આપવા માટે તૈયાર થઈ જશે.

મોંઘવારીના આ સમયમાં પોતાની જરૂરીયાતોને પુરી કરવા માટે કોઈને કોઈ કારણે આપણે લોન કે ક્રેડિટ કાર્ડની જરૂર પડે છે. જોકે પર્સનલ લોન લેવી હોય કે હોમ લોન, કાર લોન લેવી હોય કે ક્રેડિટ કાર્ડ તેના માટે તમારો સિબિલ સ્કોર કે ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ.

credit-card

તમારો ક્રેડિટ સ્કોર જેટલો વધારે હશે. તેટલી જ સારી તમારી નાણાકીય સ્થિતિ માનવામાં આવે છે. જોકે આપણે ઘણી વખત એવી ભુલો કરી દઈએ છીએ જેનાથી ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જાય છે અથવા તો ઘટવા લાગે છે.

અહીં અમે તમને એ કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે. તેની સાથે જ અમે તમારા માટે અમુક એવી સરળ ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદથી તમે તમારો ક્રેડિટ સ્કોર સરળતાથી સુધારી શકો છો. આવો જાણીએ તેના વિશે.

loan-2

ક્રેડિટ સ્કોર ઠીક રાખવો કેમ છે જરૂરી?

સિબિલ સ્કોર 300થી 900 પોઈન્ટની વચ્ચે હોય છે. જે તમારા 24 મહિનાની ક્રિડેટ હિસ્ટ્રીના હિસાબથી અપડેટ કરવામાં આવે છે. જેમાં 550થી 700 પોઈન્ટ્સના સ્કોરને ઠીક માનવામાં આવે છે. પરંતુ 700થી 900 પોઈન્ટની વચ્ચેના સ્કોરને ખૂબ સારો માનવામાં આવે છે.

જોકે જો તમારો સિબિલ સ્કોર 750 પોઈન્ટ કે તેનાથી વધારે છે તો તમારા માટે લોન કે ક્રેડિટ કાર્ડ લેવી સરળ થઈ જાય છે. તેને એ રીતે સમજી શકાય કે તમારો સિબિલ સ્કોર જેટલો સારો હોય તેટલી જ સરળતાથી તમને બેંક લોન કે ક્રેડિટ કાર્ડ આપવા માટે તૈયાર થઈ જશે.

loan

આ કારણોથી ખરાબ થઈ શકે છે સિબિલ સ્કોર

  • જો તમે કોઈ લોન લો છો અને સમય રહેતા તેનુ રીપેમેન્ટ નથી કરતા તો તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે.
  • ક્રેડિટ કાર્ડનું બિલ સમય પર જમા ન કરવા પર તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે.
  • બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ન કરવા પર પણ તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે.
  • જ્યારે તમે ઓછા સમયમાં ઘણી નવી લોન લો છો તો તેનાથી તમારો સિબિલ સ્કોર ઓછો થઈ શકે છે.

કેવી રીતે સુધારસો ક્રેડિટ સ્કોર?

સમય પર કરો લોનનું પેમેન્ટ

આ તમારા ક્રેડિટ સ્કોરને સારો બનાવવાનો સૌથી સરળ ઉપાય છે. પોતાના ક્રેડિટ કાર્ડ બિલ, લોન અને અન્ય બધી લોનની ચુકવણી સમય પર કરો. તેમાં મોડુ તમારા સ્કોર પર અસર કરી શકે છે. માટે બેદરકાર બન્યા વગર લોનની ઈએમઆઈ કે ક્રેડિટ કાર્ડ બિલ સમય પહેલા જ ભરી દો.

credit-card-2

પોતાના ક્રેડિટ યુઝ રેટને ઓછો રાખો

તમારા બેંક દ્વારા ઉપલબ્ધ કુલ ક્રેડિટ લિમિટની તુલનામાં તમારા દ્વારા ઉપયોગ કરવામાં આવતી રકમ જ ક્રેડિટ યુઝ રેટ છે. તમે પોતાની ક્રેડિટ લીમિટના 30 ટકાથી ઓછાનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે જો તમારી ક્રેડિટ લીમીટ 10,000 રૂપિયા છે તો તમારે 3,000 રૂપિયાથી વધારેનું બેલેન્સ રાખવું જોઈએ.

જુનુ ક્રેડિટ કાર્ડ બંધ ન કરો

તમારી ક્રેડિટ હિસ્ટ્રી પણ તમારા સિબિલ સ્કોરને પ્રભાવિત કરે છે. લોન હિસ્ટ્રી સારો સિબિલ સ્કોર બનાવવા માટે જરૂરી હોય છે. જેટલી જુની તમારી ક્રેડિટ હિસ્ટ્રી હશે તેટલો જ સારો સિબિલ સ્કોર હશે. માટે જો તમારી પાસે કોઈ જુનું ક્રિડેટ કાર્ડ એકાઉન્ટ છે તેનો તમે ઉપયોગ નથી કરતા તો તેને બંધ ન કરો.

loan.jpg

નવી લોન માટે સમજી વિચારીને કરો એપ્લાય

જ્યારે તમે નવી લોન માટે અરજી કરો છો તો દર વખતે તમારી ક્રેડિટ રિપોર્ટની તપાસ કરવામાં આવે છે. આ તમારા સ્કોરને થોડો ઓછો કરી શકે છે. માટે ઓછા સમયમાં અલગ અલગ લોન માટે અરજી કરવાથી બચો.

પોતાના ક્રેડિટ રિપોર્ટની તપાસ કરો

એ સુનિશ્ચિત કરો કે તમારા ક્રેડિટ રિપોર્ટમાં કોઈ ભુલ ન હોય. દર વર્ષે પોતાનો ક્રેડિટ રિપોર્ટ ચેક કરો. જો તમને કોઈ ગડબડી મળે છે તો તરત તેને ઠીક કરી લો.

વધુ વાંચો: તમને પણ ફ્રીજમાં આ ચીજવસ્તુઓ મૂકવાની છે આદત, તો સાવધાન, નહીંતર બની જશે ઝેર!

ફ્રીમાં ચેક કરી શકો છો ક્રેડિટ સ્કોર

મોબાઈલ વોલેટ એપ પેટીએમે સિબિલ સ્કોર ચેક કરવાની સુવિધા લોન્ચ કરી છે. હવે તમે યુઝર્સ ડિટેલમાં પોતાની ક્રેડિટ રિપોર્ટ બતાવી શકો છો. તેના માટે એક્ટિવ ક્રેડિટ કાર્ડ અને લોન એકાઉન્ટનો ક્રેડિટ રિપોર્ટ પણ જોઈ શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Credit Score Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ