બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિક્ષિકાની રજાનું અનોખું ગણિત, સ્કૂલમાંથી લીધી 3 મહિનાની રજા અને છેલ્લા 3 વર્ષથી ગાયબ
Last Updated: 05:59 PM, 13 August 2024
રાજ્યની શાળાઓમાં શિક્ષકોની સતત ગેરહાજરી અને ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. પહેલા દાંતા અને અંબાજી ત્યાર બાદ મહેસાણા, ખેડા, કચ્છ, અમદાવાદ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે. ત્યારે હવે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલેડિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા ત્રણ વર્ષથી સતત ગેર હાજર હોવાની વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
ગુલ્લીબાજ શિક્ષિકા વસી ગયા વિદેશ..?
ADVERTISEMENT
કલેડિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા ત્રણ વર્ષથી સતત ગેર હાજર છે. જેઓ ઑસ્ટ્રેલિયા ખાતે વિદેશ પ્રવાસ ગયા બાદ પરત આવ્યા જ નથી. અત્રે જણાવીએ કે, સંખેડાની આ પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણ છે, જે શાળામાં 7 શિક્ષકમાંથી 6 શિક્ષકો હાજર પરંતુ આ શિક્ષિકા ગેર હાજર હોવાની વિદ્યાર્થીઓના ભણતર ઉપર ચોક્કસથી અસર તો થઈ જ રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય પડી, આવનારા છ દિવસ છુટાછવાયા વરસાદની આગાહી
વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં!
સ્વાતિબેન પંચાલ નામની શિક્ષિકા વિદ્યાર્થીઓના ભવિષ્યના દુશ્મન બનીને બેઠા છે. કારણ કે, તેઓ 90 દિવસની રજા લઈને ઑસ્ટ્રેલિયા ગયા હતા. પરંતુ આજદિન સુધી પાછા ફર્યા નથી. જે શિક્ષિકા સામે કાર્યવાહી કરવામાં આવે અને જેમની જગ્યા અન્ય શિક્ષિકને મૂકવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. ઉલ્લેખનીય છે કે, આ ભાષાના શિક્ષિકા હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર મોટી અસર પડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.