બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / સુરત / Chotaudepur, Dwarka, Surendranagar caught red-handed, ACB set a trap

પોલમપોલ / છોટાઉદેપુર, દ્વારકા, સુરેન્દ્રનગરમાં લાંચિયા રંગે હાથ ઝડપાયા, ACBએ છટકું ગોઠવી આવી રીતે પાડ્યો ખેલ

Vishal Khamar

Last Updated: 11:42 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સુરેન્દ્રનગરમાં ફોરેસ્ટ અધિકારી, દ્વારકાનાં ખંભાળિયાનાં રામનગરનો સરપંચનો પતિ તેમજ છોટા ઉદેપુરનાં નસવાડીનાં રાઉન્ડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાઈ જવા પામ્યા છે.

  • રાજ્યમાં લાંચિયા રંગે હાથ ઝડપાયા!
  • છોટાઉદેપુર, દ્વારકા, સુરેન્દ્રનગરની ઘટના
  • ACBએ છટકું ગોઠવીને ખોલી પોલ

સુરેન્દ્રનગરમાં ફોરેસ્ટ અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનન મામલે અરજદાર પાસે પૈસાની માંગણી કરી હતી. ત્યારે દ્વારકાનાં ખંભાળિયાનાં રામનગરનાં સરપંચનાં પતિએ અરજદારનું કામ કરવા માટે અરજદાર પાસે  લાંચની માંગણી કર હતી. ત્રીજા એક બનાવમાં છોટા ઉદેપુરનાં નસવાડીમાં રાઉન્ડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર લાંચ લેતા એસીબીનાં હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. 

સુરેન્દ્રનગરમાં ફોરેસ્ટ અધિકારી સી.બી.ગોસ્વામી લાંચ લેતા ઝડપાયા છે. સી.બી.ગોસ્વામીએ અરજદાર પાસેથી 17 હજારની લાંચ માગી હતી. રાજકોટ ગ્રામ્ય ACBની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.  ફરિયાદી પાસે ગેરકાયદે ખનન મામલે લાંચ માંગી હતી. તો બીજી બાજૂ દ્વારકાના ખંભાળિયાના રામનગરના સરપંચનો પતિ સુનિલ નકુમ ફરિયાદી પાસેથી રૂપિયા 2 લાખની લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયો હતો.  ACBએ સરપંચના પતિ સુનિલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરાઇ હતી. જ્યારે છોટા ઉદેપુરના નસવાડીમાં રાઉન્ડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેશ બારીયા 5 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. મહેશ બારીયાએ વેપારી પાસેથી જલાઉ લાકડાને લઇ લાંચ માંગી હતી.  લાંચ માંગવાને લઇ છોટાઉદેપુર ACBએ છટકું ગોઠવીને નસવાડીના રાઉન્ડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેશ બારીયાને રંગેહાથે ઝડ્પી પાડ્યો હતો. ACBએ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

ACBનો સપાટો Chotaudepur news Dwarka bribery surendranagar એસીબી છોટા ઉદેપુર દ્વારકા લાંચિયા અધિકારી સુરેન્દ્રનગર Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ