બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / સાઉથ અને બોલિવૂડના કોરિયોગ્રાફરને લાગ્યો મોટો ઝટકો, ભારત સરકારે પાછો ખેંચી લીધો નેશનલ એવોર્ડ, જાણો મામલો
Last Updated: 03:18 PM, 6 October 2024
સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ સિનેમા સુધીના સ્ટાર્સને પોતાના સ્ટેપ્સ પર ડાન્સ કરનાર કોરિયોગ્રાફર જાની માસ્ટરને મોટો આંચકો લાગ્યો છે. જાની માસ્ટર 19 સપ્ટેમ્બરથી બળાત્કારના આરોપમાં જેલના સળિયા પાછળ છે. પરંતુ આ આરોપો વચ્ચે તેમના માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જાનીને 'થિરુચિત્રમ્બલમ'ના ગીત મેઘમ કારુકથા માટે આધારિત કોરિયોગ્રાફી કેટેગરીમાં નેશનલ એવોર્ડ મળવા જઈ રહ્યો હતો, પરંતુ હવે તેને આ એવોર્ડ આપવામાં આવશે નહીં.
ADVERTISEMENT
જાની માસ્ટર હાલમાં યૌન શોષણના કેસમાં જેલમાં છે. POCSO કેસમાં તેની ધરપકડ બાદ કોરિયોગ્રાફરનો નેશનલ એવોર્ડ રદ કરવામાં આવ્યો છે. નેશનલ ફિલ્મ એવોર્ડ સેલે મંગળવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં યોજાનાર પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે જાની માસ્ટરને મોકલેલું આમંત્રણ પણ પાછું ખેંચી લીધું છે
ADVERTISEMENT
"આરોપની ગંભીરતા અને કેસની પડતરતાને જોતા, સક્ષમ અધિકારીએ શ્રી શેખ જાનીને વર્ષ 2022 માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટેના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે," નેશનલ ફિલ્મ એવોર્ડ સેલના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે. એટલું જ નહીં તાજેતરમાં જાની માસ્ટરને નેશનલ એવોર્ડ ઈવેન્ટમાં હાજરી આપવા માટે કોર્ટમાંથી શરતી વચગાળાના જામીન પણ મંજૂર કરવામાં આવ્યા હતા.
https://t.co/BlhuqYhDTD pic.twitter.com/7iuvv0NcSv
— Chinmayi Sripaada (@Chinmayi) October 5, 2024
અહેવાલ મુજબ, જામીન અરજી 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી મંજૂર કરવામાં આવી હતી. આટલું જ નહીં જાની માસ્ટરને મીડિયાને કોઈ ઈન્ટરવ્યુ ન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેમને 10 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પુરસ્કારો સ્થગિત થતાં હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
વધુ વાંચો : તિરુપતિ મંદિરને લઈને નવો વિવાદ, પ્રસાદમાં જીવાત નીકળવાથી ભક્તનો હોબાળો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.