બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલ કાંડ: ખોટા આયુષ્યમાન કાર્ડ કેસમાં ચિરાગ રાજપૂતના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Last Updated: 07:20 PM, 11 January 2025
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલા આયુષમાન કાર્ડના સ્કેમને લઇને આજે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટ ચિરાગ રાજપૂતને મેટ્રો કોર્ટમાં આજે રજુ કરાયા હતા.. જ્યાં ક્રાઇમ બ્રાંચે ચિરાગ રાજપૂતના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જે બાદ મેટ્રો કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આમ 16 જાન્યુઆરી સુધી ચિરાગ રાજપૂત રિમાન્ડ પર રહેશે.
ADVERTISEMENT
સરકારી વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી કે આરોપીએ આ યોજના અંતર્ગત કેટલા ક્લેઇમ મંજૂર કરાયા છે તેની વિગતો મેળવવાની બાકી છે.. સાથે જ તેની અન્ય કેટલી હોસ્પિટલો સાથે સાંઠ-ગાંઠ છે, તેની પણ પૂછપરછ કરવાની છે.
બીજી તરફ બચાવ પક્ષના વકીલ દ્વારા રિમાન્ડ મંજુર ન કરવા માટે અપીલ કરાઇ હતી. બચાવ પક્ષની દલીલ હતી કે આરોપીનું નિવેદન લેવાઇ ચૂક્યું છે તેની પૂછપરછ થઇ ચૂકી છે માટે રિમાન્ડ નામંજુર થવા જોઇએ. બચાવ પક્ષના વકીલે એવી પણ દલીલ કરી કે આ કેસમાં કાર્તિક પટેલ મુખ્ય આરોપી છે, જેમની ધરપકડ કરી પૂછપરછ કરવાને બદલે ચિરાગ રાજપૂતના ફરી રિમાન્ડ મેળવવા અરજી કરાઇ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દાહોદમાં નકલી IT અધિકારી કેસમાં મોટો ઘટસ્ફોટ, 6 આરોપીમાંથી એક અસલી GST ઈન્સ્પેક્ટર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT