બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મોદી સરકારના યુવા મંત્રી કંગના રનૌતના પ્રેમમાં છે કે શું? બોલ્યાં- 'હું અને તે...અફેરની ચર્ચા
Last Updated: 06:10 PM, 25 July 2024
રામવિલાસ પાસવના પુત્ર અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના બોલીવુડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌત સાથે અફેરની ચર્ચા ઉપડી છે. તાજેતરમાં ચિરાગે આ તરફ ઈશારો પણ કર્યો હતો. ચિરાગ પાસવાન 41 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે અભિનયમાં પણ નસીબ અજમાવ્યું હતું. જોકે, તેને ખાસ સફળતા મળી ન હતી.
ADVERTISEMENT
ચિરાગ પાસવાન કંગના પર શું બોલ્યાં
ચિરાગ પાસવાનને સંસદ બહાર કંગના રનૌત સાથેની મુલાકાત વિશે પૂછવામાં આવ્યું તો તે શરમાઈ ગયો. તેણે લાંબા સમય પછી અભિનેત્રીને મળવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું, 'ચૂંટણી પ્રચાર દરમિયાન પણ મેં કહ્યું હતું કે હું તેને મળવા માટે બેચેન છું. છેલ્લા ત્રણ વર્ષમાં મેં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. આવી સ્થિતિમાં, જ્યારે હું તેને લાંબા સમય પછી મળ્યો, ત્યારે ખૂબ સારું લાગ્યું.
ADVERTISEMENT
વધુ વાંચો : 'પોર્ન વીડિયો' લેડી ડોક્ટરને 59 લાખમાં પડ્યો, અભણ તો ઠીક ભણેલા-ગણેલા પણ ફસાયા
2011માં કંગના સાથે ફિલ્મ કરી હતી
2011માં ચિરાગ પાસવાનની પહેલી ફિલ્મ 'મિલે ના મિલે હમ' રીલિઝ થઈ હતી. જેમાં તેણે કંગના રનૌત સાથે સ્ક્રીન શેર કરી હતી. જે હવે હિમાચલ પ્રદેશની મંડી સીટથી સાંસદ છે. હાલમાં જ બંને સંસદમાં મળ્યા હતા. જે બાદ ચિરાગનું નામ કંગના સાથે જોડવામાં આવી રહ્યું છે.
ચિરાગ-કંગનાના અફેરની ચર્ચા
ઉલ્લેખનીય છે કે ચિરાગ પાસવાન હાલમાં લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ની કમાન સંભાળી રહ્યા છે. કંગના રનૌત પહેલીવાર રાજકારણમાં આવી છે. અભિનેત્રીએ હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ચૂંટણી જીતી હતી. આ પછી બંને સંસદના ગેટની બહાર મળ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જે પછી તેમના અફેરની ચર્ચા ઉપડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.