બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Chinese soldiers were seen with Pakistan soldiers in POK

સરહદી તણાવ / ચિંતાનો વિષય: POKમાં જોવા મળ્યા ચીની સૈનિકો, બોર્ડર પોઈન્ટ પર આવેલા ગામોમાં કરી રહ્યા છે આ કામ

Ronak

Last Updated: 08:14 PM, 12 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

POKમાં પાકિસ્તાની સૈનિકો સાથે ચીની સૈનિકો પણ જોવા મળ્યા છે. જેથી ભારત માટે તે ચીંતા પ્રશ્ન બન્યો છે. એક અંદાજ પ્રમાણે 50 જેટલા ચીની સૈનિકો POKમાં હોવાનું સામે આવ્યું છે.

  • POKમાં પાક સૈનિકો સાથે જોવા મળ્યા ચીની સૈનિકો 
  • બોર્ડર પોઈન્ટ પર આવેલા ગામોમાં કરી રહ્યા છે નિરિક્ષણ 
  • એક મહિનાથી અંદાજે 50 સૈનિકો POKમાં તૈનાત 

ચીન અને પાકિસ્તાનની મિત્રતા હવે જગજાહેર છે. ત્યારે વધુમાં હવે ચીની સૈનિકો પાકિસ્તાનના કબ્જા વાલા કાશ્મીર એટલેકે કે પીઓકેમાં ફરતા જોવા મળ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ચીની સૈનિકો હવે કાશ્મીર બોર્ડર પોઈન્ટ પર આવેલા ગામોમાં નિરીક્ષણ કરી રહ્યા છે. જે ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે. 

અંદાજે 50 ચીની સૈનિકો POKમાં તૈનાત 

કાશ્મીરમાં સામે આવેલ રિપોર્ટ અનુસાર પીઓકેમાં કેલ, જુરe અને લીપા સેક્ટરમાં છેલ્લા એક મહિનાથી અંદાજે 50 જેટલા સૈનિકો પહોચી ગયા છે. એવો પણ રિપોર્ટ સામે આવ્યો છે કે ચીની જવાનો પાકિસ્તાની સૈનિકો તેમજ પાકિસ્તાનની ખાનગી એજન્સી આઈએસઆઈના અધિકારીઓ બધા ભેગા થઈને પાંચ ગ્રુપમાં વહેચાઈ ગયા છે.

આસપાસ આવેલા ગામોમાં કરી રહ્યા છે નિરીક્ષણ 

દરેક જણા આસપાસમાં આવેલા ગામોમાં નિરિક્ષણ કરી રહ્યા છે. જે રિપોર્ટ સામે આવ્યો છે તેમા સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે ચીની સેનિકો ઘુસણખોરીના રસ્તાઓનું પણ નિરિક્ષણ કરી રહી છે. પીઓકેમાં આવેલા ગામોને આદર્શ ગામ બનવવાનાં સંકેત ચીની સેનાએ આપ્યા છે. જેને લઈને ચીની સેના પીઓંકેમાં તૈનાત છે. 

ચોક્કસ માહિતી સામે નથી આવી 

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. પરંતુ એટલું જરૂર થી કહી શકાય કે ચીની સૈનિકોની પીઓકેમાં હાજરી ભારત માટે એક ચિંતાનો વિષય છે. કારણકે છેલ્લા કેટલાય સમયથી સરહદ પર બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે વધુમાં ચીની સૈનિકો POKમાં ઘુસ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ