મુલાકાત / ભારત-ચીન વચ્ચે ટેરર-ટ્રેડ સહિતના મુદ્દાઓ પર થશે વાતચીત, અનેક ઐતિહાસિક સ્થળોની લેશે મુલાકાત

Chinese President Xi Jinping to visit India from October 11 to 12

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતીકાલે (શુક્રવાર) બે દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીના બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ ચીનના રાષ્ટ્રપતિનો આ પ્રથમ ભારત પ્રવાસ હશે. જો કે બે દિવસના પ્રવાસ દરમિયાન ભારત-ચીન વચ્ચે કોઇ મોટી સમજૂતિ થવાની સંભાવના નથી. જેનું મુખ્ય કારણ આ પ્રવાસ અનૌપચારિક મુલાકાત છે જેમાં કોઇ નિશ્ચિત એજન્ડા પર વાત થશે નહીં. બન્ને દેશો વચ્ચે અનેક મુદ્દાઓની સાથે ટેરર-ટ્રેડ પર પણ વાતચીત થશે. આ સાથે અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. બંને દેશોની વચ્ચે થનારી આ બીજી ઈન્ફોર્મલ સમિટ છે જે આ વખતે તમિલનાડુના મહાબલીપુરમમાં યોજાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ