બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / chinese firm puts dog on payroll as security captain for rs 35 thousand a month

OMG! / શું વાત છે! હવે માનવી જ નહીં, ડૉગ પણ કરે છે Job, કંપની આપે છે રૂ. 35 હજાર સેલરી

Manisha Jogi

Last Updated: 10:23 AM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોને નથી મળી રહી અને બીજી બાજુ કૂતરાને નોકરી પર રાખવામાં આવ્યો છે. આવો જ એક પ્રકારનો મામલો સામે આવ્યો છે. ચીનમાં એક કંપનીએ કૂતરાને નોકરી પર રાખ્યો છે.

  • ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં બેરોજગારી
  • કૂતરાને નોકરી પર રાખવામાં આવ્યો
  • કૂતરાને મળે છે 35 હજાર પગાર

માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં બેરોજગારી વધી રહી છે. રિપોર્ટ અનુસાર ચીનમાં યુવાઓને નોકરી નથી મળી રહી. લાખો વિદ્યાર્થીઓ કોલેજમાંથી ભણીને બહાર નીકળી રહ્યા છે, પરંતુ નોકરી નથી મળી રહી. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આ જ પરિસ્થિતિ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, લોકોને નથી મળી રહી અને બીજી બાજુ ડૉગને નોકરી પર રાખવામાં આવ્યો છે. આવો જ એક પ્રકારનો મામલો સામે આવ્યો છે. ચીનમાં એક કંપનીએ ડૉગને નોકરી પર રાખ્યો છે.

તમે જોયું હશે કે, લોકો કૂતરાને કામ પર લગાવી દે છે, પરંતુ તેમને પગાર આપવામાં આવતો નથી. ચીનની પેટ સપ્લાઈજ ફર્મે ડૉગને કામ પર રાખ્યો છે અને તેને પગાર પણ આપવામાં આવી રહ્યો છે. કંપનીએ સોશિયલ મીડિયા પર ડૉગની સેલેરી સ્લિપ શેર કરી ત્યાર પછી આ કેસ વિશે જાણવા મળ્યું છે. 

35 હજાર રૂપિયાનો પગાર
બિગ બ્યૂટી નામના ડૉગે કંપનીમાં સિક્યોરિટી કેપ્ટનની પોસ્ટ મળી છે અને 3,000 યુઆન (35 હજાર) પગાર આપવામાં આવે છે. કંપનીને નુકસાન થાય તો તેનો પગાર પણ કાપી લેવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં 1,200 યુઆન (14 હજાર રૂપિયા) પગાર કાપી લેવામાં આવ્યો હતો. તેના કારણે કંપનીની સંપત્તિને નુકસાન થયું હતું. 

શ્વાન પગારનું શું કરે છે?
તમે વિચારી રહ્યા હશો કે, શ્વાન શું કામ કરતો હશે અને પગારનું શું કરતો હશે. તમને જણાવી દઈએ કે, શ્વાનને પૈસા આપવામાં આવતા નથી, પરંતુ પગારના પૈસાથી અલગ અલગ ખાવા પીવાની વસ્તુ આપવામાં આવે છે. શ્વાનના તમામ પૈસા ખાવા પીવામાં ખર્ચ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, શ્વાન છેલ્લા 7 વર્ષથી આ કંપનીમાં નોકરી કરે છે. આ શ્વાન દરવાજા પર નજર રાખવાની સાથે સાથે ઉંદર પકડવાનુ તથા નવી પ્રોડક્ટના ટ્રાયલ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

OMG NEWS Strange News chinese firm puts dog on payroll dog on payroll dog salary dog salary slip ડોગને નોકરી OMG!
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ