chinese attempt to enter indian side foiled along lac
તણાવ /
સિક્કિમ સેક્ટરમાં સામાન્ય ઘર્ષણ થયું હોવાની ભારતીય સેનાની સ્પષ્ટતા, ચીનના 20 જેટલા સૈનિકો થયા ઘાયલ
Team VTV10:59 AM, 25 Jan 21
| Updated: 01:39 PM, 25 Jan 21
ભારત અને ચીન વચ્ચે LAC પર ફરી ઘર્ષણ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં ચીનના 20 જેટલા સૈનિકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. જો કે ત્યારબાદ ભારતીય સેનાએ આ મામલે ખુલાસો કર્યો છે.
LAC પર બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ: સૂત્ર
ચીનના 20 જેટલા સૈનિકો ઘાયલ થયા હોવાની માહિતી
ગત અઠવાડિયે બંને દેશના સૈનિકો વચ્ચે થયું હતુ ઘર્ષણ-સૂત્ર
સૂત્રોને મળતી માહિતી અનુસાર પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ કંટ્રોલ એક્ચુએલ કંટ્રોલ (LAC) પર તણાવની વચ્ચે સિક્કીમમાં ભારત અને ચીનની સેનાની વચ્ચે ટકરાવ જોવા મળ્યો છે.
જો કે પ્રાપ્ત મળતી માહિતી અનુસાર ત્રણ દિવસ પહેલા સિક્કીમના ના કૂલામાં ચીનની સેનાએ LACની યથાસ્થિતિ ને બદલવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના કેટલાંક સૈનિકો ભારત તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને રોકી દીધા હતા.
સામાન્ય ઘર્ષણ થયું હોવાનો ખુલાસો
આ ઘટનાને લઈને ભારતીય સેનાએ ખુલાસો કર્યો છે કે, 20 જાન્યુઆરીના રોજ સિક્કિમ ક્ષેત્રમાં સામાન્ય ઘર્ષણ થયું હતું. આ મામલાનો ઉકેલ સ્થાનિક કમાન્ડર્સ દ્વારા લાવવામાં આવ્યો હતો.
ત્રણ દિવસપહેલા કૂલામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં 4 ભારતીય અને 20 ચીનના સૈનિકો ઘાયલ થયા છે. ભારતીય જવાનોએ ચીનના સૈનિકોને પાછા ખદેડી દીધા હતા. જો કે અત્યારે પણ સ્થિતિણ તણાવપૂર્ણ છે, પરંતુ સ્થિર હોવાનું જાણવા મળેલ છે.
ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર ભારતીય ક્ષેત્રના બધા પોઇન્ટ પર મોસમની સ્થિતિ ખરાબ હોવા છતા સુરક્ષા વ્યવસ્થા પર કડક નજર રાખવામાં આવી રહી છે.
15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં થઈ હતી ઝડપ
ઉલ્લેખનીય છે કે LAC પર છેલ્લા ઘણા મહીનાથી તણાવ જોવા મળી રહ્યો છે. 15 જૂનના રોજ પૂર્વી લદ્દાખના ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકો અને ભારત જવાન વચ્ચે અથડામણ જોવા મળી હતી. આ દરમિયાન 20 ભારતીય જવાન શહીદ થયા હતા, જ્યારે ચીનની સેનાના કેટલાક અધિકારી-જવાનનોનું પણ મૃત્યું થયું હતું, પરંતુ ચીનના સૈનિકો આજ સુધી આ અંગે કોઇ સત્તાવાર પુષ્ટી કરી નથી. બંને દેશ વચ્ચે 15 કલાક ચાલી વાતચીત
લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર તણાવ વચ્ચે મોલ્ડોમાં ગઇકાલે ભારત અને ચીન વચ્ચે 9માં તબક્કાનું વાતચીત મોડી રાત્રે અઢી વાગ્યા સુધી ચાલી. અંદાજે 15 કલાક સુધી આ બેઠક ચાલી જેમાં તણાવ ઘટાડવા અંગે વાતચીત થઇ.
6 નવેમ્બરના રોજ આઠમા રાઉન્ડની થઇ હતી વાતચીત
આ પહેલા 6 નવેમ્બરના રોજ આઠમા તબક્કાની વાતચીત બંને પક્ષને ટક્કરવાળા ખાસ સ્થાનો પર પાછળ હટાવવા પર વ્યાપક ચર્ચા કરી હતી. આઠમા તબક્કાની બેઠકમાં બંને પક્ષોનો દેશના નેતાઓ દ્વારા સંપન્ન મહત્વપૂર્ણ સહમતિને લાગુ કરવા, સેનાના સંયમ બનાવી રાખવા અને ખોટી અફવાથી બચવા પર સહમતિ જોવા મળી.
છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે તણાવ
પૂર્વી લદ્દાખમાં પહેલી વખત 5 મેના રોજ બંને દેશોના સૈનિક વચ્ચે ટકરાવ થયો હતો. ત્યારબાદ ભારે ઠંડીના મોસમમાં પૂર્વી લદ્દાખમાં ભારતમાં ઘણ બધી જગ્યાઓ પર 50 હજારથી વધારે જવાનોને તૈનત કરી રાખ્યા છે.
ચીને તોડી સંધિ, LAC પર તૈનાત કર્યા સૈનિક
આ વચ્ચે ચીનની સેનાએ ચુપચાપથી LACની પાસે તણાવની વચ્ચે સૈનિકો તૈનાત કર્યાં છે, જ્યારે ચાર મહિના પહેલા જ બંને દેશોની વચ્ચે સંધિ થઇ હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે તણાવવાળા મોરચા પર બંને દેશ સૈનિકોનો જમાવડો નહીં કરે.