chinchpoklicha chintamani gajanan in the grip of corona virus 100 years of tradition change
ગણેશોત્સવ /
કોરોનાએ તો મુંબઈની આ 100 વર્ષ જૂની પરંપરા પણ તોડી નાંખી, નહીં થાય આ વખતે આવું આયોજન
Team VTV08:08 PM, 16 Jun 20
| Updated: 08:45 PM, 16 Jun 20
દેશમાં કોરોના વાયરસનાં કારણે દરરોજ હજારોની સંખ્યામાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે ઉત્સવોના દેશ ભારતમાં ભીડ એકઠી ન થાય તે રીતે ઉજવણી કઈ રીતે કરવી એ યક્ષ પ્રશ્ન છે એવામાં જગવિખ્યાત ચિંચપોકલી કા ચિંતામણીમાં ગણેશોત્સવના આયોજન પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
100 વર્ષ મૂર્તિ બનાવવાની પ્રથા તૂટી, પંડાલમાં જ બનશે મૂર્તિ
શ્રીગણેશનું ભવ્ય આગમન આયોજન કાર્યક્રમ રદ્દ
ભક્તોના દર્શન માટે ઓનલાઈન વ્યવસ્થા કરાઈ
કોરોના વાયરસનાં કારણે દેશના વિવિધ ધાર્મિક અને સામજિક કાર્યક્રમો પર અસર પડી રહી ત્યારે મુંબઈમાં જગવિખ્યાત ગણેશ પંડાલો પર પણ કોરોના વાયરસનો ગ્રહણ લાગી શકે છે. આ વખતે ચીંચપોકલીના ચિંતામણી ગણેશના આગમન સમારોહને રદ કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં છેલ્લા સો વર્ષથી મૂર્તિ બનાવવા માટે જે પરંપરા કરવામાં આવે છે તેને તોડીને ચિંતામણી ગણપતિની મૂર્તિને ભવ્ય પંડાલની અંદર જ બનાવવામાં આવશે. આ મૂર્તિ સરકારના દિશા-નિર્દેશ અનુસાર જ બનાવવામાં આવશે.
નોંધનીય છે કે ચિંતામણીના મૂર્તિકાર રેશ્મા વિજય ખાતૂ જ મૂર્તિ બનાવશે. આ પહેલા વિધિવત રીતે ચિંતામણી ગણેશની મૂર્તિ બનાવીને વિધિવત રીતે તેમનું સ્થાપન પંડાલમાં કરવામાં આવતું અને ભગવાન શ્રીગણેશનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવતું હતું. મંડળના અધ્યક્ષ ઉમેશ સીતારામ નાઈકે જાણકારી આપતા અખ્યું કે ચિંચપોકલી ચિંતામણી ગણેશના પાટપૂજન સમારોહને પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. અમુક જ પદાધિકારી અને કાર્યકારીઓની હાજરીમાં જ સરળ રીતે આયોજન કરવામાં આવશે.
નોંધનીય છે કે આ વખતે ભવ્ય સજાવટ અને પ્રકાશ વ્યવસ્થા પણ નહીં કરવામાં આવે અને સાદગીથી સમગ્ર આયોજન કરવામાં આવશે. ભગવાન શ્રી ગણેશના આ આયોજનમાં શ્રદ્ધાળુઓ જે દાન આપશે તેને સરકારી અસ્પતાલોને મેડિકલ સાધનો ખરીદવા માટે આપી દેવામાં આવશે.
ગણેશોત્સવમાં સહયોગીને છોડીને શ્રદ્ધાળુઓ માટે ભગવાનના મુખદર્શન કાર્યક્રમને રદ કરી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસના કારણે જો ભક્તો દર્શન માટે એકત્ર થાય તો સંક્રમણ વધે તેને જોતા ભગવાનના દર્શનની ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવશે.
નોંધનીય છે ચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળ એટલે ચિંચપોકલી કા ચિંતામણી જગવિખ્યાત છે. આ વર્ષે તે 101માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે જેને જોતા પહેલા ભવ્ય આયોજનનું વિચારવામાં આવ્યું હતું પરંતુ હવે કોરોના વાયરસના કારણે મોટા આયોજનોને રદ્દ કરી દેવામાં આવ્યા છે.