દક્ષિણ ચીનના સાગરમાં જોખમી હિલચાલ થઇ રહી છે. અમેરિકાએ ચીનની નિયંત્રણમાં રાખવા માટે અહીં એરક્રાફ્ટ કેરિયર્સ રાખ્યા હતા. આ ઉપરાંત અહીં અમેરિકન આર્મીના સ્થાનિક બેઝ છે.
આ સામે ચીને તેમની બેલેસ્ટિક મિસાઈલ્સ DF-21D અને DF-26B લોન્ચ કરીને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.આમ કરીને ચીન USAને દબાવવા માંગે છે અને એવો સંદેશ મોકલવા માંગે છે કે તેની સામે હથિયાર યુદ્ધ કરવું મોંઘુ પડી શકે છે.
અમેરિકન આર્મીએ ડર્યા વિના તેમના એરક્રાફ્ટ કેરિયર્સને ત્યાં જ રાખી મુક્યા
જો ચીનની મિસાઈલ્સથી અમેરિકાના બેઝને અથવા નેવીને કે એરક્રાફ્ટને નુકશાન થાય તો આ અબજો ડોલરના નુકશાન ઉપરાંત અમેરિકન આર્મીની પ્રતિષ્ઠા ખરડાય એમ છે. જો કે અમેરિકન આર્મીએ ડર્યા વિના તેમના એરક્રાફ્ટ કેરિયર્સને ત્યાં જ રાખી મુક્યા છે.
— Navy Chief of Information (@chinfo) July 5, 2020
નોંધનીય છે કે આ અઠવાડિયે અમેરિકાએ તેના U-2 સ્પાય પ્લેન્સ પૂર્વ ચીનના સાગરની નજીક ઉડાવ્યા હતા જેનો ચીને વિરોધ કર્યો હતો. બેઇજિંગના એક નેવેલ એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ અમેરિકા માટે એક ચેતવણી સમાન પગલું છે.
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા સમયથી ચીન સામે સખત વલણ અપનાવ્યું છે અને હવે અમેરિકામાં ચૂંટણી નજીક આવી રહી છે.