ભારત ચીનને એક પછી એક ઝટકો આપી રહ્યું છે. હવે રેલવેએ વંદે ભારત એક્સપ્રેસના નિર્માણ માટે બહાર પાડેલું ટેન્ડર રદ કરી દીધું છે. આ સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ માટે ગ્લોબલ ટેન્ડરમાં ચીનની સરકારી કંપની પણ સામેલ હતી.
રેલવેએ સેમી હાઇ સ્પીડ ટ્રેનનું ટેન્ડર રદ કર્યું
વંદે ભારત એક્સપ્રેસ બનાવાનું ટેન્ડર રેલવેએ રદ કર્યું
ગ્લોબલ ટેન્ડરમાં ચીનની સરકારી કંપની પણ સામેલ હતી
મેક ઇન ઇન્ડિયા અંતર્ગત એક સપ્તાહમાં ફરી ટેન્ડર બહાર પડાશે
રેલવેએ વંદે ભારત એક્સપ્રેસનું ટેન્ડર રદ કરી કહ્યું કે એક સપ્તાહની અંદર મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ટેન્ડર જારી કરાશે. આ ટેન્ડરમાં ચીનની સરકારી કંપની CRRC પોયનિયર ઇલેક્ટ્રિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પણ સામેલ હતી. જેનું ગુરુગ્રામની એક કંપની સાથે સંયુક્ત વેન્ચર છે.
આ બંને કંપનીઓ ભારતમાં સાથે મળી કામ કરે છે. રેલવેએ વંદે ભારત એક્સપ્રેસનાં નિર્માણ માટે ગત વર્ષના અંતમાં ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું હતું. અને જ્યારે ટેન્ડર ખોલવામાં આવ્યું તો તેમાં ચીની જોઇન્ટ વેન્ચર ફર્મ એક માત્ર વિદેશી કંપની હતી. જો કે રેલવેએ ટેન્ડર રદ કરવાનું કારણ હજુ સુધી નથી બતાવ્યું.
અધિકારીઓનું કહેવું છે કે પહેલી ટ્રેન બનાવામાં 100 કરોડનો ખર્ચ આપ્યો હતો. આમા 35 કરોડ પ્રપલ્શન સિસ્ટમનો ખર્ચ છે. જે મુજબ જોવા જઇએ તો આ પ્રકારના 44 સિસ્ટમનું ટેન્ડર 1500 કરોડથી વધુ હોઇ શકે છે.