બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / china s xi jinping ready to visit india this year after pm modi s invite foreign ministry

SCO / બિશ્કેકમાં જિનપિંગને મળ્યા PM મોદી, આ વર્ષે ભારત આવવાનું સ્વીકાર્યું આમંત્રણ

vtvAdmin

Last Updated: 08:05 PM, 13 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (Xi Jinping)એ બિનઔપચારીક શિખર સમ્મેલન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તરફથી આપવામાં આવેલા આ વર્ષના અંત સુધીમાં ભારત આવવાનું નિમંત્રણ સ્વીકાર્યું છે. વિદેશ મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે. આપને જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિર્ગિસ્તાનમાં બિશ્કેકમાં SCO શિખર સમ્મેલનથી અલગ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત લીધી હતી.

આ દરમિયાન એમણે કહ્યું કે ભારત અને ચીન મળીને ઘણા વિષયો પર આગળ વધી શકે છે. પીએમ મોદીએ શી જિનપિંગને કહ્યું કે ચૂંટણી પરિણામો પર જીત શુભકામના માટે આપનો આભારી છું. આપણા બંનેને કામ કરવા માટે સમાન કાર્યકાળ મળ્યો છે. 

આપને જણાવીએ કે પીએમ મોદી લોકસભા ચૂંટણીમાં બીજી વાર જીત મેળવ્યા બાદ પહેલી બહુ પક્ષીય સમ્મેલનમાં ભાગ લેવા જઇ રહ્યા છે. મોદીએ બિશ્કેકની પોતાની બે દિવસીય યાત્રાથી પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે તેમની SCO શિખર સમ્મેલન ઉપરાંત રશિયાના રાષ્ટ્રપ્રમુખ પૂતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સહિત કેટલાય નેતાઓને મળવાની યોજના છે. પીએમ મોદીનું વિમાન, ઓમાન, ઇરાન અને ઘણા મધ્ય એશિયાઇ દેશોથી થતા કિર્ગિસ્તાનની રાજધાની પહોંચ્યું. 

શિખર સમ્મેલનમાં જતા પહેલા નરેન્દ્ર મોદીએ કહ્યું કે કિર્ગિજ ગણરાજ્યમાં યોજાઇ રહેલા શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) ની શિખર બેઠકમાં વૈશ્વિક સુરક્ષા સ્થિતિ અને આર્થિક સહયોગ પર મુખ્ય દબાવ રહેશે. એમણે કહ્યું કે આ મધ્ય એશિયાઇ દેશની તેમની યાત્રા એસસીઓના સભ્ય દેશોની સાથે ભારતના સંબંધોને મજબુત કરશે. આ પહેલા નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે બિશ્કેકની 13-14 જૂનની પોતાની યાત્રા દરમિયાન તેમની યોજના કેટલાય નેતાઓને સાથે દ્વિપક્ષીય બેઠક કરવાનો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ