બ્રેકિંગ ન્યુઝ
Kavan
Last Updated: 08:31 PM, 14 October 2020
ADVERTISEMENT
ચીનની Xinhua ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, જિનપિંગે મંગળવારે ગુઆંગડોંગના એક મિલિટ્રી બેઝની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે સૈનિકોને યુદ્ધની તૈયારીઓ પર ફોકસ કરવાની વાત કરી હતી. જિનપિંગે પોતાના સૈનિકોને હાઇ અલર્ટ રહેવાનું પણ જણાવ્યું છે.
ADVERTISEMENT
જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મી મરીન કોર્પ્સનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા
જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મી મરીન કોર્પ્સનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિએ સૈનિકોને વફાદાર, એકદમ 'શુદ્ધ' અને સંપૂર્ણ વિશ્વસનીય રહેવાની પણ અપીલ કરી.
ભારત સહિત અનેક રાષ્ટ્રોનો ચીન સાથે ચાલી રહ્યો છે વિવાદ
ચીનના રાજ્ય ગુઆંગડોંગમાં શી જિનપિંગના આગમનનો મુખ્ય હેતુ શેનઝેન વિશેષ આર્થિક ક્ષેત્રની 40 મી વર્ષગાંઠ પ્રસંગે તેમના ભાષણનો કાર્યક્રમ હતો. આપને જાણાવી દઇએ કે, આ સમયે ચીનનાં ભારત, અમેરિકા અને તાઇવાન સાથેના સંબંધો ઘણા તંગ છે.
અમેરિકાએ તાઇવાનને કોઈપણ શસ્ત્ર વેચવાની ડીલ રદ્દ કરવા જણાવ્યું
સોમવારે જ અમેરિકા એ જાહેરાત કરી હતી કે તે તાઇવાનને ત્રણ અદ્યતન શસ્ત્ર પ્રણાલી પ્રદાન કરશે. આ નિર્ણયથી ચીનને બળતણ કરવામાં આવ્યું કારણ કે તે તાઇવાનને તેનો ભાગ માને છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમેરિકાએ તાઇવાનને કોઈપણ શસ્ત્ર વેચવાની ડીલ તાત્કાલિક રદ કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT