China order huge stock of groundnut oil from india saurastra
રાજકોટ /
ચીનમાં મગફળીનો પાક નિષ્ફળ, સૌરાષ્ટ્રના ખેડૂતોને થશે આ રીતે થશે ફાયદો
Team VTV02:44 PM, 09 Dec 19
| Updated: 02:47 PM, 09 Dec 19
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે. એક તરફ સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતા ચીન દૂર કરી શકે છે. કારણ કે ચીનમાં મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. જેથી ચીન મોટા પ્રમાણમાં ભારતમાંથી સિંગતેલની આયાત કરી શકે છે.
ચીનના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને થઈ શકે છે લાભ
ચીનમાં મગફળીનો પાક ગયો છે નિષ્ફળ
ચીન ભારતમાંથી મોટા પ્રમાણમાં સિંગતેલ કરશે આયાત
ગત વર્ષે ચીને ભારતમાંથી 15 હજાર ટન સિંગતેલની આયાત કરી હતી. જોકે આ વર્ષે 30 હજાર ટન સિંગતેલની આયાત માટે ઓર્ડર આપ્યા છે. સિંગતેલની માંગ વધવાના કારણે સિંગતેલના ડબ્બાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
ભારતમાંથી સિંગતેલની ચીન કરશે આયાત
હાલ સિંગતેલના ડબ્બામાં 20 રૂપિયાનો વધારો થયો છે અને ભાવ 1800થી 1820 રૂપિયાએ પહોંચી ગયો છે. તો બીજી તરફ મગફળીની માંગ વધી રહી છે. જેના કારણે ખેડૂતોને મગફળીનો સારો ભાવ મળી શકે છે.વેપારીઓનું માનીએ તો સિંગતેલના ભાવમાં હજુ પણ 100થી 120 રૂપિયાનો વધારો થઈ શકે છે.
30 હજાર ટન સિંગતેલનો આપ્યો ઓર્ડર
નોંધનીય છે કે, મગફળીને પુરતો ભાવ ન મળવાને કારણે રાજ્યના ખેડૂતો નારાજ થયાં છે અને વિરોધ પણ નોંધાવી રહ્યા છે. જેથી ચીન 30 હજાર ટન સિંગતેલની આયાત કરે તો મગફળીની માંગમાં સીધો વધારો થાય અને અર્થતંત્રના નિયમ મુજબ માંગમાં વધારો થાય એટલે કોઈપણ વસ્તુના ભાવમાં વધારો થાય છે.