બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / આ દેશની છોકરીઓ પતિનું મન બીજે ન ભટકે તે માટે લઈ રહે છે ટ્રેનિંગ, 35 હજારમાં 2 દિવસનો કોર્સ
Last Updated: 03:01 PM, 16 September 2024
આજકાલ રિલેશનશિપ તૂટવા એ ઘણું સામાન્ય બની ગયું છે, એ પછી લગ્ન પહેલા કે લગ્ન પછી. એક રિપોર્ટ અનુસાર, 80 ટકા પુરૂષો પોતાની સેક્સ્યુઅલ ઈચ્છાઓને કારણે પોતાની પત્નીઓ સાથે દગો કરે છે. એવામાં આવી મહિલાઓ અને પત્નીઓ માટે ચીને એક એવો ઉપાય લાવ્યો છે જે હવે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. ચીનમાં સેક્સ અપીલ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ચીનમાં એક અનોખો અને રસપ્રદ ટ્રેન્ડ સામે આવ્યો છે જેમાં બેવફા પતિઓને કાબૂમાં રાખવા માટે મહિલાઓને અનોખી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ચીનમાં આધેડ વયની પત્નીઓ માટે આ તાલીમ શિબિર શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય તેમને તેમના પતિઓને આકર્ષિત કરવા અને તેમને લગ્નેત્તર સંબંધોથી રોકવા માટે અને પોતાના તરફ આકર્ષક કરવાની તકનીકો શીખવવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનીગ કેમ્પનો ઉદ્દેશ્ય પત્નીઓને તેમના લગ્ન જીવનને સુધારવામાં અને તેમના પતિનું ધ્યાન આકર્ષિત કરવામાં મદદ કરવાનો છે.
ADVERTISEMENT
આ ટ્રેનિંગ કેમ્પમાં મહિલાઓને પુરુષોને લોભવવાની રીતો શીખવવામાં આવે છે, જેથી તેઓ તેમના પતિને આકર્ષિત કરી શકે. ટ્રેનિંગ કેમ્પની ખાસ વાત એ છે કે તેમાં ભાગ લેનારી મોટાભાગની મહિલાઓની ઉંમર 35 થી 55 વર્ષની વચ્ચે છે. શિબિરમાં મહિલાઓએ બ્લેક સ્ટોકિંગ્સ સાથે ફોર્મ-ફિટિંગ ચેઓંગસામ પહેરવું જરૂરી છે.
એક રિપોર્ટ અનુસાર હાલમાં જ ચીનના ઝેજિયાંગ પ્રાંતના હાંગઝોઉમાં આ અનોખા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને ચાર્મ અને સેક્સિનેસની કળા શીખવવામાં આવી હતી. આ કેમ્પ બે દિવસ માટે યોજાયો હતો અને તેમાં ભાગ લેનારી મહિલાઓ પાસેથી 2,999 યુઆન એટલે કે લગભગ 35 હજાર ફી લેવામાં આવી હતી.
વધુ વાંચો: Video: સ્કૂલ ટીચરને કારણે 66 વર્ષ સુધી નખ ન કાપ્યા અને પછી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
અહેવાલ અનુસાર આ ટરીંગ કેમ્પના પહેલા દિવસે "પ્રેમનો અર્થ" વિષય પર લેક્ચર આપવામાં આવ્યું હતું અને બીજા દિવસે પાર્ટનર સાથે અંગત પળો કેવી રીતે વિતાવી અને કિસિંગમાં મહત્વ વિશે શીખવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ સેક્સ અપીલ ટ્રેનિંગ કેમ્પની લોકો ભારે આલોચના કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.