china mass virus testing in beijing after new coronavirus cluster triggers lockdowns
હાહાકાર /
ચીનમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું, 57 નવા કેસ આવતાં જાહેર થયું હાઈએલર્ટ, બેઈજિંગમાં થશે આટલા લોકોનો ટેસ્ટ
Team VTV09:38 AM, 15 Jun 20
| Updated: 09:43 AM, 15 Jun 20
ચીનની રાજધાની બેઈજિંગમાં કોરોનાના 57 કેસ આવતાં હાઈએલર્ટ જાહેર કરવામા આવ્યું છે. બેઈજિંગમાં લોકલ ઈન્ફેક્શનના 36 કેસ આવ્યા છે અને શરૂઆતી તપાસમાં સી ફૂડ માર્કેટને કારણ માનવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ટેસ્ટિંગ માટે ખાસ સ્ટેશન બનાવ્યા છે. લોકોને બેઈજિંગથી બહાર આવવા માટે પ્રતિબંધ મૂકાયો છે.
ચીનમાં ફરી કોરોનાએ વધાર્યો પ્રકોપ
ચીનના બેઈજિંગમાં જાહેર કરાયું હાઈએલર્ટ
ચીનમાં નવા 57 કેસ આવતાં મચ્યો હાહાકાર
નેશનલ હેલ્થ કમિશન (NHC)અનુસાર ફક્ત એટલું જ જાણવા મળ્યું છે કે ચેપનું ક્લસ્ટર સ્થાનિક બજાર છે. કુલ 57 કેસોમાંથી 19 વિદેશી લોકોમાં પણ સંક્રમિત છે. પુરાવા મળ્યા છે કે ચેપ બેઇજિંગ દ્વારા ઉત્તર પશ્ચિમ પ્રાંત લિયાઓઇંગમાં પણ ફેલાયો છે. અહીં સ્થાનિક ચેપના ઘણા દર્દીઓ પણ મળી આવ્યા છે. લિયાઓઇંગમાં પણ મોટા પ્રમાણમાં પરીક્ષણ કરવાનું ચાલુ છે. નજીકના શહેર તિયાનજિન અને હુબેઇ પ્રાંતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બેઇજિંગમાં ટૂંક સમયમાં સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધો લાગુ થઈ શકે છે અને લૉકડાઉન પણ જારી કરી શકાય છે. હાલમાં, શહેરના એક વિસ્તારમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
એક માર્કેટથી ફેલાયું સંક્રમણ
નેશનલ હેલ્થ કમિશને રિપોર્ટમાં કહ્યું છે કે ઘરેલૂ સંક્રમણના કેસમાંથી 36 બેઈજિંગમાં અને 2 લિયાઓનિંગ પ્રાંતમાં જોવા મળ્યા છે. બેઈજિંગમાં છેલ્લા કેટલાક દિવસોમાં 46 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ માટે અધિકારીઓએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
આ 7 બજારો અને ફ્લાઈટ્સ કરાયા બંધ
શિનફાદી બજારની સાથે જ શનિવારે 6 અન્ય બજારો પણ બંધ કરવામાં આવ્યા છે. બેઈજિંગમાં અધિકારીઓએ શિનફાદી બજારમાં આયોજિત સૈલ્મન માછલીને કાપનારા બોર્ડ પર તોરોના વાયરસ મળ્યા. બજારમાં 40 સંક્રમિત કેસ મળ્યા. બજાર સાથે સંબંધિત 10000 લોકોની તપાસ શરૂ કરી છે. તેમાંથી શુક્રવારે 6 લોકો સંક્રમિત મળ્યા હતા. ચીનના ઢાકાથી ગ્વાંઘ્ઝૂની ફ્લાઈ્ટસ 1 મહિના માટે બંધ કરવામાં આવી છે. 17 યાત્રીઓ પોઝિટિવ આવતાં આ પગલું લેવાયું છે.
ચીનમાં કોરોનાનો કુલ આંક 83000ને પાર
ચીનમાં લક્ષણો વિનાના કેસ ચિંતાનું કારણ બન્યા છે. હાલમાં જે નવા દર્દીઓ મળ્યા છે તેમાં તાવ, ખાંસી કે ગળામાં સોજો જેવા કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. અહીં શનિવારે સંક્રમિતોની કુલ સંખ્યા 83,132 પહોંચી હતી. તેમાંથી 129 દર્દીની સારવાર ચાલુ છે. એકની સ્થિતિ ગંભીર છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 78369 દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સ્થાનીય સંક્રમણના કેસમાં બેઈજિંગે પાબંધીના પગલાં શરૂ કર્યા છે.