બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / china kissing device invented in china for long distance relationship couple

Viral News / દૂર રહેતા કપલ પણ એકબીજાને કરી શકશે KISS, ચીન તો ગજબ ડિવાઇસ લઈ આવ્યું, સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચા

Last Updated: 11:26 AM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વી ચીનના જિયાંગસુ પ્રાંતની એક યુનિવર્સિટીએ આ કિસિંગ ડિવાઈસની શોધ કરી છે, જે   દૂર રહેતા પ્રેમીઓને રિયલ કિંસિંગનો અનુભવ કરવામાં મદદ કરે છે.

  • આ ડિવાઈસના હોઠ સિલિકોનના બનેલા છે
  • એકબીજાથી દૂર રહેતા પ્રેમીઓને કિસનો રિયલ અનુભવ કરાવશે
  • જોડીમાં આ ડિવાઈસ લગભગ 6000 રુપિયામાં વેચાણ થઈ રહ્યું છે

ચીનનો ટેક્નોલોજીના મામલે કોઈ મુકાબલો ન કરી શકે. જ્યારે આપણે કોઈપણ ડિવાઈસની ખરીદી કરીઈ છીએ ત્યારે મોટા ભાગના ડિવાઈસ પર 'મેડ ઇન ચાઈના' લખેલું હોય છે. ચીન ખૂબ જ મજબૂતી સાથે ટેક્નોલોજીના મામલામાં આગળ વધી રહ્યું છે. હવે ચીને વધુ એક કમાલ કર્યું છે. ચીને એક કિસિંગ ડિવાઈસ બનાવ્યું છે, જે રિયલ કિસ કરતા હોય તેવો અનુભવ કરાવશે. એકબીજાથી દૂર રહેતા પ્રેમીઓને કિસનો  રિયલ અનુભવ કરાવશે અને અજાણ્યા લોકોને કિસ કરવા જેવુ મહેસૂસ કરાવતુ આ ડિવાઈસ ચીની સોશિયલ મીડિયા પર વાયરલ છે.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક સમાચાર અનુસાર આ ડિવાઈસના હોઠ સિલિકોનના બનેલા છે. તેમા એક સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડિવાઈસને કિસ કરવા સમયે હોઠ પર રિયલ દબાણ, હલનચલન અને ગરમીનો અનુભવ થશે. ચીની સમાચાર આઉટલેટ સિચુઆન ગુંચાએ 20 ફેબ્રુઆરીએ જણાવ્યું કે તેનો ઉપયોગ મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી થઈ શકશે. ચીની ઈ-કોમર્સ પ્લેટફોર્મ તાઓબાઓ પર આ ડિવાઈસની કિંમત આશરે 260 યુઆન (લગભગ 3000 રુપિયા) છે અને જોડીમાં આ ડિવાઈસ 550 યુઆન (લગભગ 6000 રુપિયા)માં વેચાણ થઈ રહ્યું છે. દર મહિને 100 થી વધુ ડિવાઈસ  ખરીદવામાં આવી રહ્યા છે.

પૂર્વી ચીનના જિયાંગસુ પ્રાંતની એક યુનિવર્સિટીએ આ કિસિંગ ડિવાઈસની શોધ કરી છે, જે   દૂર રહેતા પ્રેમીઓને રિયલ કિંસિંગનો અનુભવ કરવામાં મદદ કરે છે. ડિવાઈસમાં મોંઢાના આકારનું એક મોડ્યુલ છે. ડિવાઈસ બ્લૂટૂથ અને એક એપ્લિકેશન દ્વારા ફોન સાથે લિંક થાય છે. ફોનને ફક્ત ઉપકરણમાં પ્લગ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. કિસિંગ ડિવાઈસ વિવિધ સ્થળોએ રહેતા પ્રેમીઓ અથવા કપલને તેમના પાર્ટનર સાથે કિસ કરવાની મંજૂરી આપે છે અને મોંઢાના રોગોવાળા લોકોને પણ કિસ કરવા સક્ષમ બનાવે છે.

ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ચાંગઝો વોકેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેકાટ્રોનિક ટેકનોલોજી દ્વારા આ શોધની પેટન્ટ કરવામાં આવી છે. ડિઝાઈનને બનાવનાર અહીંના વિદ્યાર્થી જિયાંગ ઝોંગલીએ કહ્યું, 'મારી યુનિવર્સિટીમાં હું મારી ગર્લફ્રેન્ડ સાથે લોંગ ડિસ્ટન્સ અંતરના પ્રેમમાં હતો. તેથી જ અમે ફોન દ્વારા જ એકબીજાનો સંપર્ક કરીએ છીએ. અહીંથી જ આ ડિવાઈસ બનાવવાની પ્રેરણા મળી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Viral News china kissing device kissing device કિસિંગ ડિવાઈસ Viral News
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ