મંજૂરી / રશિયા પછી કોરોનાની વેક્સીન તૈયાર કરવાને લઇને ચીનમાંથી આવ્યા મહત્વના સમાચાર

China grants patent of first COVID-19 vaccine to canSino

કોવિડ-19ની વેક્સીનની દોડમાં રશિયા પછી ચીન દ્વારા પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવી શકે છે. વૈશ્વિક સ્તર પર બંને દેશોને વેક્સીનને ભલે મંજૂરી ન મળી હોય, પરંતુ ઇન્ટરનલી બંને વેક્સીનના ઉત્પાદન તરફ આગળ વધી રહ્યું છે. રશિયાએ જ્યાં પોતાની વેક્સીન Sputnik V ની પહેલી બેંચ તૈયાર કરી દીધી છે. ત્યારે ચીને પણ Cansino Biologics Incને પોતાની વેક્સીન Ad5-NCOV ની પેટન્ટ આપી દીધી છે. આમ રશિયા પછી ચીને પણ વેક્સીનને લીલી ઝંડી આપી છે. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જણાવામાં આવ્યું છે કે કોરોના વેક્સીન તૈયાર થવામાં હજી એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ