કોરોના વાયરસ વિશ્વભરમાં આતંકનું બીજું નામ બની ગયો છે. આવી સ્થિતિમાં ચીન અન્ય દેશોના નિશાન પર છે કારણ કે વુહાન શહેરથી વાયરસ ફેલાવાની શરૂઆત થઇ હતી. આ જ કારણ છે કે ચીન વિશ્વને આવી કોઈ તક આપવા માંગતું નથી આ વાયરસના પ્રકોપ અંગે તેના ઉપર આંગળી ચીંધવામાં આવે.
ધ ગાર્ડિયનના એક અહેવાલ મુજબ આ જ કારણે ચીને હવે કોરોના વાયરસ સંબંધિત સંશોધન, ઓનલાઇન પ્રકાશિત થયેલા અહેવાલો અને તેની યુનિવર્સિટીઓના દસ્તાવેજોને ઇન્ટરનેટ ઉપરથી દૂર કરવાનું શરૂ કર્યું છે.અહેવાલ મુજબ, તાજેતરમાં પ્રકાશિત કેટલાક અહેવાલો અને કોરોના વાયરસ સંબંધિત પૃષ્ઠોને ચીનની બે મોટી યુનિવર્સિટીઓની વેબસાઇટ્સ પરથી દૂર કરવામાં આવ્યા છે.
ગાર્ડિયન અહેવાલમાં ઓનલાઇન માધ્યમથી ડીલીટ કરાયેલા આ બંને પૃષ્ઠોને એક્સેસ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટના પછી ટીકાકારોએ કથિત રીતે એવું કહ્યું છે કે આ પગલું કોરોના વાયરસ મહામારી ફાટી નીકળવાની માહિતીને છુપાવવા માટે લેવામાં આવ્યું છે. ચીનના વુહાનથી શરૂ થયેલા આ વાયરસને કારણે વિશ્વભરમાં એક લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
ગાર્ડિયનને એક સંશોધન દસ્તાવેજ મળ્યો છે જે વુહાન યુનિવર્સિટીની રેનમિન હોસ્પિટલ સાથે સંકળાયેલો છે. એમાં જણાવાયું છે કે કોરોના વાયરસની ઉત્પત્તિને લગતા કોઈ પણ સંશોધનને પ્રકાશિત કરવા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયની મંજૂરીની જરૂર રહેશે.
પ્રતિકાત્મક તસ્વીર Source : ANI
ગાર્ડિયનના અહેવાલ પ્રમાણે એવી અન્ય એક નોટિસ જે 9 એપ્રિલે શાંઘાઈના ફૂડન યુનિવર્સીટીના ઇન્ફોર્મેશન વિભાગે પ્રકાશિત કરી હતી એમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસના મૂળ સ્ત્રોત વિષે તપાસના અહેવાલનો ચુસ્ત અને ગંભીરતાથી ગોપનીય અને વ્યવસ્થિત રાખવામાં આવે.
આવા ઘણા દસ્તાવેજો હટાવ્યા પછી એવી આશંકા છે કે ચીન કોરોના વાયરસ વિશે દુનિયાથી કંઇક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.