લંડનમાં ચીની એમ્બેસીના પ્રવક્તાએ કહ્યું કે નાના નાના દેશો દુનિયાના નિર્ણયો લેતા હતા તે દિવસો હવે જતાં રહ્યા છે
G7 દેશોને ચીનની ખૂલેઆમ ધમકી
નાના ગ્રુપના દેશો દુનિયય પર રાજ કરતાં હતા તે દેશો ગયા : ડ્રેગન
જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ સામે G7ની હુંકારથી ડ્રેગન ફફડયું
G7ની થઈ રહી છે બેઠક
ઈંગ્લેન્ડના કૅરબીસ બેમાં દુનિયાના સાત મોટા દેશોનું શિખર સંમેલન એટલે કે G 7 ચાલી રહ્યું છે, આ મીટિંગથી ચીન ખિજાઈ ગયું છે. આ બેઠકને જૂથબંધી ગણાવતા ચીને ખૂલેઆમ ધમકી આપી દીધી છે. ચીને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે તે દિવસો હવે ખતમ થઈ ગયા જ્યાં નાના નાના ગ્રુપ દુનિયા પર રાજ કરશે અને તેના માટે નિર્ણય લેશે.
Prime Minister @BorisJohnson and his wife Carrie Johnson welcome the leaders of Australia, Republic of Korea and South Africa – guest countries invited to the G7 Summit. The Prime Minister of India will be attending virtually.
શું કહ્યું ચીને
લંડનમાં ચીની એમ્બેસીના પ્રવક્તાએ કહ્યું કે નાના નાના દેશો દુનિયાના નિર્ણયો લેતા હતા તે દિવસો હવે જતાં રહ્યા છે. અમે હંમેશા માનીએ છે કે નાના હોય કે મોટા, મજબૂત હોય કે નબળા, ગરીબ હોય કે અમીર બધા જ દેશો એક સરખા છે. દુનિયાના બધા દેશોની રાય જાણ્યા બાદ જ કોઈ નિર્ણય લેવા જોઈએ.
કેમ ગભરાયું છે ચીન
નોંધનીય છે કે G 7ની આ બેઠકમાં ચીન સામે જ સાતેય નેતાઓ રણનીતિ બનાવી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દેશોનું માનવું છે કે 40 વર્ષમાં ચીને શાનદાર આર્થિક અને સૈન્ય વૃદ્ધિ કરી છે અને હવે જિનપિંગની પ્રખરતા પણ સતત વધી રહી છે. જેના પર રોક લગાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
G7 leaders gather for the first meeting of the G7 Summit, discussing how to #BuildBackBetter together.
શું છે G7 દેશોનો મોટો પ્લાન?
G 7ના દેશો એક સાથે ભેગા થઈને ચીનમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનને રોકવા માટે પ્લાન બનાવી રહ્યા છે અને સાથે સાથે એક પાયાનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે, જોકે હજુ સુધી તેના પર સહમતી બની શકી નથી. વૈશ્વિક મીડિયાના રિપોર્ટ અનુસાર જૉ બાયડને ચીનના બૉયકોટને લઈને એક યોજના પણ તૈયાર કરી રાખી છે. આ સિવાય G 7 દેશોએ OBOR સામે એક નવી યોજનાનો તખ્તો તૈયાર કર્યો છે, નોંધનીય છે કે OBOR એટલે કે વન બેલ્ટ વન રોડ યોજના શી જિનપિંગનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ચીન આ પ્રોજેક્ટના માધ્યમથી ચીન દુનિયાભરના દેશોને દેવા હેઠળ દબાવી રહ્યો છે. શ્રીલંકા, પાકિસ્તાન સહિત આફ્રિકાના દેશો પણ ચીનના આર્થિક ગુલામ બની ગયા છે.