China breaks September pact, quietly makes troop positions stronger in eastern Ladakh
લદ્દાખ /
ચીને ફરી બતાવ્યો રંગ: કરાર તોડીને ચૂપચાપ કર્યું એવું કામ કે સરહદ પર વધશે વિવાદ
Team VTV09:32 PM, 24 Jan 21
| Updated: 10:29 PM, 24 Jan 21
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ રોકવા માટે તથા બન્ને દેશોની વચ્ચે વિશ્વાસ વધારવા માટે પીપલ્સ લિબરેશન આર્મીએ સપ્ટેમ્બર 2020 માં એક સમજૂતી કરી હતી.
ચીન અત્યંત ચુપચાપ રીતે લદ્દાખમાં તેની સ્થિતિ મજબૂત કરી રહ્યો છે.
ભારતીય સેનાએ પણ આ વિસ્તારમાં સૈનિકોની તહેનાતી કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો
અત્યાર સુધી બન્ને દેશો વચ્ચે નવ વાર મંત્રણા થઈ ચૂકી છે. હજુ સુધી કોઈ નક્કર સમાધાન થઈ શક્યું નથી.
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ રોકવા માટે તથા બન્ને દેશોની વચ્ચે વિશ્વાસ વધારવા માટે પીપલ્સ લિબરેશન આર્મીએ સપ્ટેમ્બર 2020 માં એક સમજૂતી કરી હતી. પરંતુ હવે તે નિરર્થક બની ગઈ છે. આ સંધિને હવે તોડવામાં આવી રહી છે.
ચીની સેનાએ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. તેથી સાથે ચીન સરહદે સૈનિકોનો પણ જમાવડો કરી દીધો છે. આ સંધિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બન્ને દેશો તણાવગ્રસ્ત વિસ્તારમાં સૈનિકોની તહેનાતી નહીં કરે જોકે ચીને તેની હમેંશ મુજબ પગમાં પેસીને પગ પહોળા કર્યાં છે.
ચીન અત્યંત ચુપચાપ રીતે લદ્દાખમાં તેની સ્થિતિ મજબૂત કરી રહ્યો છે. ભારતીય એરફોર્સ વડા માર્શલ આરકેએસ ભદૌરિયાએ તાજેતરમાં આ વિસ્તારની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા કરી હતી. આને કારણે ભારતીય સેનાએ પણ આ વિસ્તારમાં સૈનિકોની તહેનાતી કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ વિસ્તારના ઘણા પોઈન્ટ્સ પર ચીન લાભો મેળવી રહ્યો છે.
બન્ને દેશો વચ્ચે નવ વાર મંત્રણા
લગભગ નવ મહિનાના વિરામ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી વાર મંત્રણા થઈ. અત્યાર સુધી બન્ને દેશો વચ્ચે નવ વાર મંત્રણા થઈ ચૂકી છે. હજુ સુધી કોઈ નક્કર સમાધાન થઈ શક્યું નથી.