બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ચંદ્ર પરથી ચીન શું લઈ આવ્યો કે બન્યો વર્લ્ડનો પહેલો દેશ, US પાછળ, લાખો વર્ષનું રહસ્ય

અવકાશી સિદ્ધિ / ચંદ્ર પરથી ચીન શું લઈ આવ્યો કે બન્યો વર્લ્ડનો પહેલો દેશ, US પાછળ, લાખો વર્ષનું રહસ્ય

Last Updated: 06:47 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન ચંદ્રના દૂર દૂરના ભાગ પરથી માટી લાવનારો દુનિયાનો પહેલો દેશ બન્યો છે.

ચંદ્રના સૌથી દૂર દૂરના ભાગ પરથી માટી લાવનાર ચીન દુનિયાનો પહેલો દેશ બન્યો છે. અત્યાર સુધી કોઈ પણ દેશ ચંદ્રના આ ભાગ પર જઈ શક્યો નથી પરંતુ ચીને તે કરી દેખાડ્યું છે. ચંદ્રની નજીકનો ભાગ તો પૃથ્વી પરથી દેખાય છે પરંતુ બીજી બાજુનો ભાગ ક્યારેય કોઈ શકતું નથી કારણ કે તે અફાટ આસમાનની સામે છે ચીન ત્યાંથી માટી ઉપાડીને પૃથ્વી પર લઈ આવ્યો છે.

ચંદ્રની દૂરની બાજુથી માટી લઈ આવ્યું

ચીને ચંદ્રની દૂરની બાજુથી માટીના નમૂના લાવવામાં સફળતા મેળવી છે. ચીનનું Chag E6 અવકાશયાન ચંદ્રની દૂરની બાજુથી માટીના નમૂના લઈને પૃથ્વી પર પાછું આવ્યું છે અને તે ઉત્તરી ચીનના મંગોલિયા ક્ષેત્રમાં ઉતર્યું હતું. ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના ડાયરેક્ટર ઝાંગ કેજિયન ટીવી પર દેખાયા અને કહ્યું કે હું હવે જાહેરાત કરી શકું છું કે ચંદ્રની સપાટી પરથી માટી ખોદીને લાવવાનું ચાંગ 6 મિશન હવે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

રાષ્ટ્રપતિ શી જિનપિંગે ટીમને અભિનંદન આપ્યાં

રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ સફળતા પર ઝૂમી ઉઠ્યાં હતા અને ટીમને અભિનંદન આપ્યાં હતા. જિનપિંગે કહ્યું કે અવકાશ અને ટેકનોલોજીમાં આ સફળતા આપણા દેશ માટે આ ક્ષેત્રમાં વૈશ્વિક શક્તિ બનવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે, ચીનના વૈજ્ઞાનિકોને આશા છે કે આ માટીના નમૂનાઓ આવ્યા છે ચંદ્ર પર 2.5 મિલિયન વર્ષો પહેલા થયેલા જ્વાળામુખીના અવશેષો પણ હશે. જો આવું થાય, તો આ અવશેષો ચંદ્રના બે ધ્રુવો વચ્ચેના ભૌગોલિક તફાવતોના જવાબો શોધવામાં મદદ કરી શકે છે. ચંદ્ર પરથી માટીના આ નમૂનાઓનું પરીક્ષણ કરીને ચંદ્રની ભૌગોલિક સ્થિતિનો સ્ટડી કરવામાં આવશે.

ચંદ્રની દૂરની બાજુ પર્વતો-ખાડાઓ માટે જાણીતી

ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના ભૂસ્તરશાસ્ત્રી ઝોંગયુ યુએ કહ્યું કે ચંદ્રની નજીકની બાજુ પૃથ્વી પરથી દેખાય છે અને દૂરની બાજુ બહારના આકાશ સામે છે. ચંદ્રની દૂરની બાજુ પર્વતો અને ખાડાઓ માટે જાણીતી છે.

વધુ વાંચો : પબ્લિક ટોઈલેટનો ઉપયોગ ફ્રી, તેને માટે પૈસા ન લઈ શકાય- હાઈકોર્ટનો મોટો ચુકાદો

53 દિવસમાં માટી લઈને પાછું આવ્યું

ઉલ્લેખનીય છે કે ચીની અવકાશયાન Chang'e 6એ 3 મેના રોજ પૃથ્વી પરથી ઉડાન ભરી, 53 દિવસની સફર બાદ માટી લઈને પૃથ્વી પર પાછું આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

China soil moon China moon soil
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ