નેશનલ મેડિકલ પ્રોડક્ટ્સ એડમિનિસ્ટ્રેસને કૈનસિનો બાયોલોજિક્સ અને સરકારી કંપની સિનોફાર્મની 1-1 વેક્સીનને મંજૂરી આપી છે.
ચીનમાં 2 વેક્સીનને મળી શરતો સાથે મંજૂરી
જાણો બંને વેક્સીન કેટલા ટકા અસરકારક
આ 2 કંપનીની વેક્સીન ખાસ લોકોને અપાશે
દુનિયામાં કોરોના સંકટ હજુ પણ અટકવાનું નામ લઈ રહ્યો નથી ત્યારે દેશમાં કોરોના વેક્સીનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ સમયે ચીને કોરોનાની 2 વેક્સીનને ઉપયોગની મંજૂરી આપી છે. તેની સાથે જ ચીનમાં વેક્સીનેશનની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.
આ 2 વેક્સીનને શરતો સાથે મળી મંજૂરી
નેશનલ મેડિકલ પ્રોડક્ટ્સ એડમિનિસ્ટ્રેસને કૈનસિનો બાયોલોજિક્સ અને સરકારી કંપની સિનોફાર્મની 1-1 વેક્સીનને શરતો સાથે મંજૂરી આપી છે. આ બંને વેક્સીનને મંજૂરીના આધારે પહેલાં ખાસ રીતે નક્કી કરાયેલા લોકોને આપવામાં આવી રહી છે. ચીનની પાસે હવે વેક્સીનેશન માટે 4 વેક્સીન છે.
જાણો વેક્સીન કેટલા ટકા અસરકારક
કૈનસિનોએ કહ્યું કે એક ડોઝ વાળી વેક્સીન આપ્યા બાદ 28 દિવસ પછી 65.28 ટકા પ્રભાવી હોવાનું જાણવા મળ્યું છે. આ વેક્સીનને 2થી 8 ડિગ્રીના તાપમાને સ્ટોર કરી શકાય છે. આ ચીની કંપનીની પહેલી વેક્સીન છે જેના એક ડોઝની જરૂર રહે છે. આ સાથે વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ બાયોલોજિક્સની સહાયક કંપની સિનોફોર્મે કહ્યું કે તેની કોરોના વેક્સીન 72.51 ટકા અસરકાર છે.