બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / વડોદરાના સમાચાર / Chimki of BJP candidate of Dabhoi seat
Dinesh
Last Updated: 06:01 PM, 6 December 2022
ADVERTISEMENT
ગુજરાતમાં લોકશાહીનો પર્વ રંગે ચંગે ઉજવાઇ ગયો છે અને તમામ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં પણ મતદાન થઈ ગયું છે તેમજ એગ્ઝીટ પોલ પણ આવી ગયા છે અને જેમાં વિવિધ નેતાઓ અને પાર્ટીઓના જીતના અનુમાન પણ કરવાામાં આવી રહ્યાં છે. મતદાન પહેલા રાજકીય માહોલ જોરદાર ગરમાયો હતો, જેમાં વિવિધ નેતાઓના નિવેદનો આક્ષેપ અને ધમકી,ચીમકીઓ આપણે જોઈ છે પરંતુ ચૂંટણીના મતદાન બાદ ફરી એ બાબતો સામે આવી રહી છે. ડભોઈ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર શૈલેષ મહેતાની ચીમકી સામે આવી છે
ડભોઈ બેઠકના શૈલેષ મહેતાની ચીમકી
ડભોઈ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર શૈલેષ મહેતાની ચીમકી સામે આવી છે તેમણે ફેસબુક પોસ્ટ કરી વિરોધીઓને ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણીમાં શૈલેષ મહેતા વિરુદ્ધમાં કામ કરતા લોકોને તેમણે ચીમકી ઉચ્ચારી છે તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, ઇસ વક્ત ખામોશ હું લેકિન યાદ રખ નિશાના તય હે એટલે કે, અત્યારે શાંત છું પણ યાદ રાખો નિશાન નક્કી છે તેમ તેમણે ફેસબુક પોસ્ટ મારફતે જણાવ્યું છે.
ADVERTISEMENT
શૈલેષ મહેતાનું અગાઉનું વિવાદિત નિવદેન
ડભોઈના વર્તમાન ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાની વડોદરા પાસે ભાયલી ગામે અગાઉ જાહેરસભા યોજાઈ હતી. જેમાં તેઓએ વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. જે દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, જેને તકલીફ હતી તે ભાજપ છોડીને ચાલ્યા ગયા છે. ભાયલીના સરપંચને ટિકિટ ન મળતાં આપમાં ગયા અને હવે કોંગ્રેસના ટેન્ટમાં જઈને બેસે છે. ભાયલીમાં એમની એટલી બધી ઉપજ છે? હું જાહેરમાં કહું છું તેમને કે આપણે આપણી હેસિયતમાં રહેવું જોઈએ. તમને મોટા બનાવતા આવડે તો નીચે પાડતા પણ આવડે. શૈલેષ સોટ્ટા કોઈથી ગભરાયો નથી અને ગભરાવાનો નથી.
4 જંગલી કૂતરા સિંહનો ન કરી શકે શિકારઃ શૈલેષ મહેતા
અગાઉ શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, 'જંગલમાં કોઈ ચાર જંગલી કૂતરા સિંહને ઘરી લે પણ સિંહનો શિકાર કરી શકે? તમે અમને ઘેરવાનો પ્રયત્ન કરી શકો, અમારો શિકાર ન કરી શકો. તમે સાજીશ કરી શકશો પણ શિકાર તો નહીં જ કરી શકો.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.